હાલોલ – ચાંપાનેર ગ્રામ પંચાયતનાં પડતર પ્રશ્નોને લઈને પાવાગઢ ગ્રામજનોએ આપ્યું તંત્રને આવેદન,ચૂંટણી બહિષ્કારની ચીમકી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૫.૨૦૨૫
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ (ચાંપાનેર) ના તળેટી તેમજ ડુંગર પર રહેતા ગ્રામજનો દ્વારા આગામી ૨૨, જૂનના રોજ યોજાનાર ચાંપાનેર ગ્રામ પંચાયતની ચૂંટણી તેઓના વિકટ પડતર પ્રશ્નો નો જો નિકાલ નહીં આવે તો ના છૂટકે ચૂંટણી બહિષ્કાર કરવાની નોબત આવશે આ પ્રકારનું અલ્ટીમેટમ આપતું આવેદનપત્ર મંગળવારના રોજ હાલોલ ના પ્રાંત અધિકારી તેમજ હાલોલના ધારાસભ્યને પાઠવી તેઓની માંગણીઓ આવેદનપત્રના માધ્યમથી રજૂ કરી તેઓની માગણીઓ સ્વીકારવા તેમજ તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.ચાંપાનેર (પાવાગઢ) ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા ચૂંટણી અધિકારી તેમજ હાલોલ પ્રાંત ને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાવાગઢ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ એવા ભદ્રગેટ તરીકે ઓળખાય છે. તે તા.૨૬.૮.૨૦૨૪ થી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રીપેરીંગ અર્થે બંધ કરવામાં આવ્યો હતો જે માર્ગ સ્થાનિક લોકોને તેમજ યાત્રાળુઓ ની અવરજવર અર્થે ખુલ્લો કરવા અંગે વારંવારની રજૂઆતો કરવા છતાં તેમજ આ પ્રશ્ન ધારાસભ્ય સંસદ સભ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર ને સ્થાનિક કક્ષાએ કરી છે.આ ઉપરાંત સીએમ પોર્ટલ તેમજ પીએમ પોર્ટલ પર કરેલ હોવા છતાં આ માર્ગ ખુલ્લો કરવામાં આવતો નથી તેમજ જિલ્લા સંકલન સમિતિમાં આ પ્રશ્નની રજૂઆતમાં પણ પુરાતત્વ વિભાગ તરફથી કોઈ વ્યક્તિ હાજર રહેલ નહીં અને આજે પણ આ પ્રવેશ દ્વાર બંધ રહેતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે ગામના સ્થાનિક લોકો માંથી ૮૦, ટકા લોકો ટેક્સીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય આ લોકોએ મેક્સી પાર્સિંગ માટે ટેક્સ ભરેલો હોવા છતાં દર શનિ રવિવારે તેઓની ટેક્સીઓ બંધ રાખવામાં આવે છે. તો આ પ્રકારે રોજગારી મેળવતા યુવાનોને ૩૬૫ દિવસ રોજગારી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જ્યારે રોપવે ખાનગી કંપની દ્વારા સ્થાનિકોની અવગણના કરી પંચાયતની પૂર્વ પરવાનગી વગર રોપવે લંબાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી અમારી રોજગારી પર ગંભીર અસરો થઈ શકે તેમ હોય આ વિષય અંગે સ્થાનિક લોકો સાથે પરામર્શ કરવો જોઈએ તેમજ ગામમાં પાર્કિંગની પૂર્તિ વ્યવસ્થા હોવા છતાં ત્રણ કિલોમીટર દૂર પાર્કિંગ કરાવી યાત્રાળુ અને હેરાન કરવામાં આવે છે. તેમજ અમારી રોજી રોટી છીનવાઈ જાય છે.જ્યારે આજના આવેદનપત્ર અંગે પાવાગઢના રહીશ તેમજ શક્તિપીઠ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા ના જણાવ્યા અનુસાર પાવાગઢમાં કેટલીક તકલીફોથી અગવડતા ભોગવી રહ્યું છે પાવાગઢ ગામમાં જવાનો રસ્તો બંધ રહેતા આ રસ્તો ખુલ્લો કરવા અગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.આ ઉપરાંત ખાનગી જીપો ના પ્રશ્નો તેઓની રોજેરોટી આ તમામ વિષયોને લઈને ગ્રામજનોની રોજગારીમાં તકલીફ પડે છે પાવાગઢ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે આવા વિકટ પ્રશ્નો નું તંત્ર દ્વારા ત્વરિત નિરાકરણ લાવવામાં આવે અન્યથા ગ્રામજનોને ના છૂટકે ચૂંટણી બહિષ્કાર કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે આ પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.









