કૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં પાવન પર્વ

વસંતપંચમીના પર્વ પર શ્રી 5 નવતનપુરી ધામના નૂતન મંદિરે શિલા મહાપૂજા
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની આચાર્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરનું 400 વર્ષ બાદ 2024માં અક્ષય તૃતીયા-અખાત્રીજના શુભ દિવસે શિલાન્યાસ સંપન્ન થયા બાદ વસંતપંચમીના પાવન અવસરે શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના જગદ્દગુરુ આચાર્ય અનંતશ્રી વિભૂષિત શ્રી કૃષ્ણમણીજી મહારાજ, શ્રી 5 મહામંગલ પૂરી ધામ- સુરતના આચાર્ય શ્રી 108 સૂર્યનારાયણજી મહારાજ સહિતના અનેક સંતો મહંતો અને સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થિતિમાં શિલા મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રણામી ધર્મના અનુયાયીઓએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે દાતા પરિવાર અને ઉપસ્થિત રહેલા સુંદરસાથ ભાવિકોએ શિલા સ્થાપન વેળાના સાક્ષી પણ બન્યા હતા. તેમ પ્રણામી ધર્મના યુવા અગ્રણી કિંજલ કારસરીયાની યાદીમાં જણાવાયું છે.





