GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
હાલારમા વરસાદ બાદ હજુ ઉકળાટ

જામનગર જીલ્લાના ગામડાઓમાં વરસાદ -સ્કુલ બસ નદીનો ખરાબ પુલપસાર કરતા અટવાઇ તો ગ્રામજનો મદદે આવ્યા
જામનગર (નયના દવે
)
)ગતરોજથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયેલ છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે જામનગર શહેર અને જીલ્લામાં પણ વરસાદી માહોલથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જામનગરમાં આજે બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં એટલે કે આજે સવારે 6 વાગ્યા સુધી જામનગર જીલ્લાના પીએચસી સેન્ટરો પર નોધાયેલ વરસાદના સતાવાર આંકડાઓ પર નજર કરવામાં આવે તો
જામનગર તાલુકાના વસઈ, લાખાબાવળ, મોટી બાણુંગાર, જામવંથલી અને મોટી ભલસાણમાં અડધો અડધો ઇંચ વરસાદ જ્યારે દરેડમાં પોણો ઇંચ જયારે ધ્રોલના લેયારામાં પોણો ઇંચ વરસાદ કાલાવડના નિકાવામાં પોણા બે ઇંચ, ખરેડીમાં પોણા ત્રણ ઇંચ, મોટા વડાળામાં 3 ઇંચ, નવાગામમાં 2 ઇંચ, મોટા પાંચ દેવડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે
જામજોધપુર તાલીકાના સમાણામાં 1 ઇંચ, શેઠવડાળા અને જામવાડીમાં 2 ઇંચ, વાંસજાલીયામાં પોણો ઇંચ, ધ્રાફા અને પરડવામાં 1 ઇંચ, લાલપુર તાલુકાના પડાણામાં પોણા બે ઇંચ, વરસાદ નોંધાયો હોવાનું જાહેર થયું છે.
જો તાલુકાવાર છેલ્લા 24 કલાકના આંકડાઓ જોઈએ તો આજે સવારે ૬ કલાકે પૂર્ણ થતા ચોવીસ કલાક દરમિયાન જામનગર શહેરમાં અડધો ઇંચ, કાલાવડમાં 2 ઇંચ, લાલપુર અને જામજોધપુર શહેરમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે.જો કે આજે સતત બીજા દિવસ પણ જામનગર શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ છવાતા લોકોને આજે પણ વરસાદ તૂટી પડશે અને ગરમીથી રાહત મળશે તેવી આશા બંધાયેલ છે.
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મૂળીલા ગામમા આવેલ સ્થાનિક પુલ ભારે વરસાદને કારણે ધોવાઈ જતા સ્કૂલ બસ અટવાઈ જવા પામી હતી, ગામ લોકો દવારા શાળાના બાળકોને પાણીનો વહેણ વધુ ના હોવાના કારણે પુલ પરથી બીજા છેડે સલામત રીતે લઇ જવામાં આવ્યા મહત્વનું છે કે કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સતત બીજા દિવસે વરસાદ માહોલ વચ્ચે મૂળીલા ગામની નદીમાં પુર આવ્યા જેવી સ્થિતિ છે, મુળીલા ગામના સરપંચ અને ગામલોકોની સતર્કતાને કારણે બસને સામે છેડે રોકી લેવામાં આવી. બસને નદીના પ્રવાહમાંથી પસાર ના થવા દેવાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર જીલ્લાના લાલપુરમાં અઢી ઈંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક ઈંચ જેટલો અને ભાણવડમાં સવા ઈંચ વરસાદ જયારે જામજોધપુર અને કલ્યાણપુરમાં હળવા છાંટા…
વરસાદની વારંવારની આગાહીઓ પછી પણ, આ વર્ષે શરૂઆતમાં દિવસો સુધી ચોમાસું માત્ર દક્ષિણ ગુજરાતમાં જ રહ્યું તેથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના પ્રદેશોમાં એક તરફ ભયાનક ગરમી અને બીજી તરફ વરસાદ ખેંચાતા લોકોમાં ભારે ઉચાટ જોવા મળતો હતો. તે દરમિયાન, કાલે રવિવારે પ્રથમ વખત હાલારમાં અને બાદમા સોમવારે હાલાર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકામથકોએ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઓછાવધતો વરસાદ નોંધાતા વાતાવરણમાં ગરમીથી થોડી રાહત મળી છે અને ખેંચાયા બાદ આવેલાં વરસાદને કારણે લોકોના હૈયે પણ ટાઢક થઈ છે.
હાલાર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના વાવડ છે. આજે સવારે 6 વાગ્યે પૂરાં થતાં 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 30 તાલુકા એવા છે જયાં 1 થી લઈને 3.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેંદરડા તાલુકામાં 3.5 ઈંચ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં 3 ઈંચ જેટલો, છોટાઉદેપુરના સંખેડામાં 2.5 ઈંચ જેટલો અને જૂનાગઢના તાલાળામાં પણ 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો.
મેઘરાજાએ આ સિઝનમાં પ્રથમ વખત કાલે રવિવારે સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવી મોટાભાગના વિસ્તારોમાં પાણી વરસાવ્યું. જામનગર, રાજકોટ, ભાવનગર ( ભાવનગરમાં જામનગરની માફક કાલના વરસાદ પછી આજે સવારે પણ વરસાદ નોંધાયો), ગોંડલ, જસદણ, જેતપુર, બોટાદ, ધારી ગીર પંથક, તાલાળા, વેરાવળ અને કોડીનાર, અરવલ્લી અને પોરબંદર જિલ્લામાં, જામનગર ઉપરાંત કાલાવડ પંથક, ચુડા તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ સહિતના પંથકમાં રવિવારના વરસાદ બાદ આજે મધ્ય ગુજરાતના અમદાવાદ અને વડોદરા જિલ્લાઓ ઉપરાંત જામનગર અને ભાવનગરમાં પણ આજે સોમવારે સવારે વરસાદ નોંધાયો છે. જો કે મોટાભાગના વિસ્તારોમાં મોસમનો પ્રથમ અને સામાન્ય વરસાદ હોવાથી હજુ વરસાદી ઠંડક પ્રસરી નથી, વરસાદી બફારો અનુભવવા મળી રહ્યો છે.




