નરેશપરમાર.કરજણ,
કરજણ તાલુકાની ૪૧ ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી
કરજણ તાલુકાની ૪૧ ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. કુલ ૫૮ ગ્રામ પંચાયતોમાંથી ૧૭ સમરસ થઈ હતી અને ૪૧ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સાયર ગામના મતદારો વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન મથકે પોહચી જઈ ને પોતાનો મત આપવા નું શરૂ થયું હતું. મોટાભાગના મતદારોએ બપોર પહેલાં જ પોતાનો મતાધિકાર આપવાનું પસંદ કર્યું હતું. બપોરના એક વાગ્યા સુધીમાં, ચૂંટણીમાં સરેરાશ ૪૭.૪૩ ટકા જેટલું કુલ મતદાન નોંધાયું હતું. મતદારોની મતદાન કરવાની ગતિ ધીમી પડી હતી. ચૂંટણીમાં ઉભા રહેલા સભ્યો, સરપંચ ઉમેદવારો અને ટેકેદારો દ્વારા પોતાના મતદારોને વાહનોમાં લઈ જઈ મતદાન મથકે પહોંચાડવામાં આવ્યા હતા. અતે તાલુકાનું સરેરાશ મતદાન ૭૪.૨૪ ટકા જેટલું થયું હતું.