SVPI એરપોર્ટ સ્માર્ટ સિંચાઈથી વાર્ષિક 17,850+ કિલોલિટર જળસંચય કરશે
દૈનિક 1,32,000+ લોકોની જરૂરિયાત જેટલા પાણીની બચત

અમદાવાદ, ગુજરાત—28 મે 2૦25: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના મુખ્ય ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે બાગાયતી વિસ્તારોમાં અત્યાધુનિક ક્લાઉડ-આધારિત સિંચાઈ શરૂ કરી છે. આ મહત્વપૂર્ણ પગલું એરપોર્ટના જળ સંરક્ષણ પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર 17 એકર લીલીછમ હરિયાળીને આવરી લેતી સ્માર્ટ સિંચાઈ પ્રણાલી દ્વારા સેન્સર અને રીઅલ-ટાઇમ હવામાન ડેટાના ઇનપુટ્સ સાથે દરેક છોડને તેની જરૂરિયાત મુજબ પાણી મળે છે. પાણીના વેડફાટને અટકાવવાની સાથે તે પર્યાવરણને હરિયાળું રાખે છે. આ સોલ્યુશન હવામાનને પારખી પાણી આપવાના સમયપત્રકને સ્વનિયંત્રિત કરે છે. તેનાથી પાણીનો ઉપયોગ વધુ કાર્યક્ષમ અને પર્યાવરણ અનુકૂળ રહે છે. આ અત્યાધુનિક ટેકનોલોજી યોગ્ય સિંચાઈથી એરપોર્ટની હરિયાળી અને કુદરતી સૌંદર્ય જાળવી રાખવામાં ખૂબ મદદરૂપ છે.
ક્લાઉડ-આધારિત સિંચાઈ પ્રણાલીના મુખ્ય ફાયદાઓમાં જોઈએ તો:
- મોટા પ્રમાણમાં પાણીની બચત: વાર્ષિક 17,850 KL થી વધુ બચત થાય છે. જે નાના શહેરોની દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતી છે.
- સ્વસ્થ, હરિયાળી જગ્યાઓ: સ્માર્ટ સિંચાઈથી સ્વસ્થ અને વધુ ગતિશીલ ગ્રીન ઝોન જળવાઈ રહે છે.
- ગમે ત્યાંથી નિયંત્રણ: એરપોર્ટની ટીમ કંટ્રોલ રૂમ કે માઇલો દૂર સ્માર્ટફોનથી સિંચાઈનો રૂટ બદલી શકે છે.
SVPI એરપોર્ટની રોજિંદી કામગીરીમાં ટકાઉપણું શામેલ કરવા માટે આ અપગ્રેડ એક મહત્વપૂર્ણ પગલું છે. ઉર્જા-કાર્યક્ષમ લાઇટિંગથી લઈને કચરો ઘટાડવાના કાર્યક્રમો સુધી, એરપોર્ટે અનેક ઉદાહરણીય પહેલો કરી છે અને તેને યથાવત રાખવા પ્રતિબદ્ધ છે. SVPI એરપોર્ટ એરપોર્ટ મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવ માટે સમર્પિત છે.
*અસ્વીકરણ:
ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા સૂચવેલ ધોરણ:
શહેરી વિસ્તારોમાં ઘરેલુ પાણીના વપરાશ માટે IGBC 135 લિટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ (LPCD) નો ઉપયોગ કરે છે. જેમાં પીવાનું, સ્નાન, ધોવા અને ફ્લશિંગ જેવી દૈનિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.




