
મહીસાગર
બાલાસિનોર નગરપાલિકા દ્વારા ગંદકી કરનાર સામે દંડકીય કાર્યવાહી
**
રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર
શહેરને સ્વચ્છ રાખવાના અભિયાન અંતર્ગત બાલાસિનોર નગરપાલિકાના ચીફ ઓફિસર મિલાપ જે. પટેલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સાઇડ વિઝિટ (સ્થળ નિરીક્ષણ) કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો નાખતા આસામીઓ સામે તેમણે લાલ આંખ કરી સ્થળ પર જ દંડ ફટકારવાની સૂચના આપી હતી.
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ચીફ ઓફિસર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જે કોઈ પણ નાગરિક કે વેપારી જાહેરમાં કચરો નાખતા અથવા ગંદકી કરતા જણાશે, તેમની સામે આગામી દિવસોમાં પણ કડક દંડકીય કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
નગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કચરો હંમેશા પાલિકાના કચરા સંગ્રહ કરતા વાહનોમાં જ નાખવો અને શહેરને સુંદર તથા રોગચાળા મુક્ત રાખવામાં વહીવટી તંત્રને સહકાર આપવો.




