સંતરામપુર નગરપાલિકા ની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયેલ છતાં પણ નવીન કામગીરી કરાઈ રહી છે એવો લોકોનો આક્ષેપ
સંતરામપુર નગરપાલિકા ની ચુંટણી નું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયેલ છે ને આચારસંહિતા અમલમાં મુકવામાં આવી છે.
અમીન કોઠારી = મહીસાગર
નેઆચારસહીતા દરમ્યાન કોઈ નવીન કામ ની કામગીરી કરાય નહીં.
તેમછતા સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આચારસંહિતા નો ભંગ કરાતો જોવા મળે છે.
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં કોલેજ રોડ પર ભગવતી હોટલ ની સામે રજાકનગર જવાના રસ્તે આ રોડની નવીન કામગીરી આચારસંહિતા અમલી હોવાં છતાં હાલમાં જ કોન્ટ્રાકટર દ્વારા શરૂ કરાયેલ જોવા મળે છે.જેયોગય નથી.
આજરોજ સંતરામપુર વોર્ડ નં.ત્રણમા પપ્રતાપુરા પ્રાથમિક શાળા નાં ફળીયામાં જુના આરસીસી રોડ તોડ્યા વગર જ જુનાં રોડ પર નવીન રિસરફેસ ની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા શરૂ કરાતાં આ ફળીયામાં રહેતા ગરીબોના ધરો રોડ થી નીચાં હોઈ ને રોડ હાલના રોડથી ચાર ઈંચ ઉંચો થતાં ધરોમા પાણી ભરાય તેવી સ્થિતિ સર્જાઈ જાય જેથી ફળીયા ના રહીશો અને મહિલા ઓ દ્વારા વિરોધ કરવામાં આવેલ ને જુનો રોડ તોડ્યા પછી આ નવીન આરસીસી રોડ બનાવવાની માગણી કરતાં જોવાં મળતાં હતાં.
આમ આચારસંહિતા અમલમાં હોવા છતાં પણ નગરપાલિકા વિસ્તારમાં આચારસંહિતા દરમ્યાન રોડની નવીન કામગીરી આચારસંહિતા માં શરુ કરાતાં નગરમાં ચર્ચા નો વિષય બનેલ છે ને આવી આચારસંહિતા નો ભંગ કરતી કામગીરી નગરપાલિકા સંતરામપુર દ્વારા કેમ બંધ કરાતી નથી તે સંદભૅમાં રાજ્ય ચૂંટણી પંચ ને મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવેલ છે.