
તા.૧૯.૦૮.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગારખાયા વિસ્તારથી નેશનલ હાઇવે તરફ જતા રસ્તાના વચ્ચો વચ્ચ પડેલા મસ્ત મોટા ખાડાઓથી લોકો હેરાન પરેશાન.અવાર નવાર અકસ્માતોને લઈ ભૂગર્ભ ગટરના ઢાંકણો મૂકી લેવલિંગ કરવાની માંગ
છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેરની જનતા દાહોદ શહેરના વિવિધ વિસ્તારોના ઉબડ ખાબડ રસ્તાઓથી હેરાન પરેશાન થઈ રહી છે અને હવે દાહોદ શહેરની જનતાએ હવે નવા રસ્તાઓની આશા છોડી તે રસ્તાઓની મસ્ત કરી દે એવી ઈચ્છા વ્યક્ત કરી રહી છે ત્યારે વાત કરીયે દાહોદ શહેરના ગારખાયા વિસ્તારની તો ગારખાયા વિસ્તારના લોકો આડે દિવસે અકસ્માતના કારણે ઈજાઓ પહોંચતા ઘર જતા પહેલા દવાખાને પહોંચતા હોય છે જેમાં ગારખાયા વિસ્તારથી નેશનલ હાઇવે તરફ જતા રસ્તાના વચ્ચો વચ્ચ જ્યાં સુધી રોડ જાય છે ત્યા સુધી આજથી બે મહિના અગાવ રસ્તો બનાવતી વેળા ભૂગર્ભ ગટરના ઉપરનો ભાગ છોડી દેવામા આવ્યો છે.અને ત્યારથી આજદિન સુધી ઢાંકણો ન મૂકી હવે તે જગ્યાએ મસ્ત મોટા ખાડાઓની જગ્યા લઈ લીધી છે અને હવે તે રસ્તા પરથી પસાર વાહન ચાલકો અંધારામાં તે ખાડાઓ ન જોવાતા તે ખાડાઓમાં મોટર સાઇકલના આગળના ટાયરો ફસાઈ જતા અવાર નવાર અકસ્માતોનો ભોગ બનતા હોય છે સ્થાનિક લોકો દ્વારા જણાવ્યા અનુસાર દિવસ અને રાત્રી દરમિયાન ચાર થી પાંચ જેટલાં અકસ્માતો થાય છે જેમાં કેટલાય લોકોને ઇજાઓ પોહચે છે જેમાં આ ખાડા ઉપર ઢાંકણો મુકી રોડનું લેવલ કરવામા આવે જેના કારણે અવાર નવાર દિવસ અને રાત્રી દરમિયાન બનતી ઘટનાઓ રોકાય.જેવી રજુઆત સ્થાનિક ચૂંટાઈલા સભ્યને અવાર નવાર મૌખિક રજુઆત કરી.પણ હાલ સુધી કોઈ કામગીરી ન કરવામાં આવતા લોકો હેરાન પરેશાન થયા છે અને વહેલામાં વહેલી તકે ગારખાયા વિસ્તારના રસ્તાની વચ્ચો વચ્ચ પડેલા ખાડાઓ પર ઢાંકણો મૂકી રોડથી લેવલ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે




