GUJARATMODASA

અરવલ્લી : LCB ની ટીમે ગાંજા નું વાવેતર ઝડપી પાડ્યું છે.માલપુર તાલુકાના હાથીખાંટ ના મુવાડા ગામે મકાઈના ખેતરની આડમાંથી 12.83 લાખની કિંમત નો ગાંજો ઝડપાયો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCB ની ટીમે ગાંજા નું વાવેતર ઝડપી પાડ્યું છે.માલપુર તાલુકાના હાથીખાંટ ના મુવાડા ગામે મકાઈના ખેતરની આડમાંથી 12.83 લાખની કિંમત નો ગાંજો ઝડપાયો

અરવલ્લી જિલ્લા એલ સી બી એ માલપુર તાલુકાના હાથીખાંટ ના મુવાડા ગામેથી ખેતરમાં ગાંજા નું વાવેતર ઝડપી પાડ્યું હતું.મકાઈ ની આડમાં ગાંજા નું વાવેતર ઝડપી પાડ્યું હતું.એલ સી બી ને માહિતી મળતા ડ્રોન ની મદદ મેળવી રૂપિયા 12.83 લાખની કિંમત નો 120 કિલો ગાંજો ઝડપી પાડયો હતો.એલસીબી એ 350 છોડ ઝડપી આરોપી ગુલાબજી વિરાજી ખાંટ સામે નાર્કોટિક્સ ડ્રગના કાયદા હેઠળ ગુન્હો નોંધી ફરાર આરોપી ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. એલસીબી એ ગાંજા નું વાવેતર ઝડપ્યા બાદ જમીનની માલિકીની ખરાઈ કરતા જમીન  સરકારી હોવાની પણ માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે સામે આવ્યું છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કોણ વાવેતર કરતું હતું.તેના પર પણ અનેક સવાલો ઉભા થયા છે.

Back to top button
error: Content is protected !!