MORBI:મોરબીમાં જામી રહી છે શેરી ગરબી !જ્યાં પુરુષ અને મહિલાઓને અલગ અલગ ગરબે રમે છે
MORBI:મોરબીમાં જામી રહી છે શેરી ગરબી !જ્યાં પુરુષ અને મહિલાઓને અલગ અલગ ગરબે રમે છે
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

માં આધ્ય શક્તિની ઉપાસના, આરાધના, સાધના અને પૂજન નું મહાપર્વ એટલે નવલા નોરતા નવરાત્રી જેનો પ્રારંભ થયો છે. જેમાં આધ્યા શક્તિની સ્તુતિ સાથે પ્રાચીન અને અર્વાચીન ગરબીઓ ની શરૂઆત થાય છે. આ વર્ષે બે પાર્ટી પ્લોટ નવરાત્રી નું આયોજન અને બાકીના તમામ શહેરી લતા અને ગલીઓમાં શેરી ગરબાઓનું આયોજન છે. એમાં મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલા શ્રી કુંજ સોસાયટી-૨ માં નવરાત્રી નું આયોજન થયું છે અહીંયાં એંસી જેટલા મકાનોનું સોસાયટી છે જેના સાર્વજનિક પ્લોટ માં નવરાત્રીનું આયોજન થયું છે.

એમાં પ્રથમ માતાજીની સ્તુતિ બોલાય છે બાદ યુવાનો સહિત પુરુષો ગરમી લે છે. અને ત્યારબાદ નાની બાળાઓ સહિત મોટી મહિલાઓ ગરબીમાં રમે છે સમગ્ર સોસાયટીના લોકો આ નવરાત્રીમાં સક્રિય સહયોગ આપે છે. નવરાત્રીમાં પ્રસાદ અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરીઓ પોતાના માતા પિતાની નજર સામે જ રમતી હોય અને પ્રાચીન ગરબાનું આયોજન હોય માતાજીના ગુણગાન ગવાય અને આરાધના થાય તેવું શેરી ગરબા નું મહત્વ વધ્યું છે. મોરબીના દરેક લતામાં અને શેરીઓમાં તો ઘણા એપાર્ટમેન્ટમાં ગરબી નાં આયોજન થયા છે.






