સંતરામપુર ની સ્ટેટ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી બંધ કરાતા પ્રજા પરેશાન
સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ માં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા ની કામગીરી એન કોડ એજન્સી દ્વારા કરવામાં આવતી હતી, તેનો લાભ નગરજનો અને તાલુકા ની પ્રજાને મળતો હતો.
અમીન કોઠારી મહીસાગર
પરંતુ છેલ્લા એક માસ કરતાં વધુ સમય થી આ જે ખાનગી એજન્સી ને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા ની કામગીરી સુપ્રત કરવામાં આવેલ તે એજન્સી એ તેની કામગીરી જાણવા મળ્યા મુજબ આયુષ્યમાન કાર્ડ પી.વી.સી નાં ઇસ્યુ કરવા નાં હોઈ તેની કિંમત વધુ થતી હોય ભાવફેર નો પ્રશ્ર્ન ઊભો થયેલ હોય ને રાજ્યસરકાર ને વિભાગ દ્વારા તેનું હજુ સુધી કોઈ નિરાકરણ નહીં લવાતા એજન્સી દ્વારા સમગ્ર રાજ્યમાં તેને આ કામગીરી બંધ કરેલ હોઈ આયુષ્યમાન કાર્ડ કઢાવવા ઉત્સુક લાભાર્થી ઓને તેથી પરેશાની વેઠવી પડી રહી છે.
સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ માં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી છેલ્લા એક માસ કરતાં વધુ સમય થી બંધ હોવા છતાં આ હોસ્પિટલ ને મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે નો આઈડી નહીં ફાળવાતા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માં આવતા નથી.
સરકાર એકબાજુ ગરીબ જરુરીયાત મંદ લોકોને મફત તબીબી સેવા સારવાર મળે તે માટે આયુષ્યમાન કાર્ડ ની વ્યવસ્થા કરી પરંતુ આ અંગેની અમલીકરણ માં આરોગ્ય અને તબીબી વિભાગ માં ખાટલે મોડી ખોડ જોવા મળે છે ને નિણર્ય શક્તિનો અભાવ જોવા મળે છે અને તેને લીધે આમજનતાને ને જરુરીયાત મંદ લોકોને ને પરેશાની વેઠવી પડે છે.
તયારે એજન્સી નાં પ્રશ્રને જે હવે નવીન આયુષ્યમાન કાર્ડ પીવીસી નાં આપવાના હોય ને અગાઉ કાર્ડ પીવીસી નાં નહતાં જેથી તેની કોસ્ટ વધતી હોય એજન્સી ને પરવડતું નાં હોઈ ને તે સંદર્ભમાં હજુ સુધી સરકાર ને વિભાગ દ્વારા કોઈ નિરાકરણ નહીં લવાતા એજન્સી દ્વારા આ કામગીરી બંધ કરતાં પ્રજાજનો ને છેલ્લે સહન કરવાનું હોય છે.
આ પ્રશ્રને રાજ્ય સરકાર ને આરોગ્ય વિભાગ દ્વારા ત્વરીત નિરાકરણ લાવવા સક્રિયતા દાખવી ને આયુષ્યમાન કાર્ડ ની કામગીરી પુનઃ ત્વરીત શરું કરાવે તેવી લોક ઉઠી છે.