GUJARATSAYLA

ઈશ્વરીયા ગામનાં લોકો દારૂ ની રજૂઆત માટે સાયલા પોલીસ સ્ટેશને પહોંચ્યા.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.42916667, 0.6010417);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 37;

સાયલા તાલુકો જાણે દારૂનું સેન્ટર બની ગયું હોય તેવું લાગે છે.કોની રહેમ નજર ચાલે છે દારૂની ભઠ્ઠીઓ જેવા અનેક સવાલો ઉઠ્યા.વારંવાર કહેવા છતાં બુટલેગર દારૂનું બેફામ વેચાણ કરતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો.દારૂના વેચાણથી મહિલા તથા બાળકોમાં માઠી અસર પડે છે.ઈશ્વરીયા ગ્રામજનો તથા સરપંચ દારૂ બંધ કરાવવા માટે સાયલા પોલીસ સ્ટેશને પહોંચ્યા.ગ્રામજનો કહી રહ્યા છે કે દારૂના લીધે અમારો પરિવાર વેર વિખેર થાય છે.થાનગઢ બાદ હવે સાયલાના વિસ્તારોમાં દારૂ નુ બેફામ વેચાણ બંધ કરવા માટે પહોંચ્યા સાયલા પોલીસ મથકે.જીલાભાઈ પોપટભાઈ અને વિજાભાઈ પોપટભાઈ વિરુદ્ધ ગ્રામજનોએ અરજી દાખલ કરી.પોલીસ દારૂના હપ્તા લઈ જાય છે અને બુટલેગરોને વેચાણ કરવાની છૂટ આપે છે તેવા ગ્રામજનોએ આક્ષેપ કર્યા.બુટલેગરોને દારૂનું વેચાણ કરવા કોનો છે હાથ જેવા અનેક સવાલો ઉઠ્યા.આગામી સમયમાં દારૂ પ્રથા બંધ નહીં થાય તો ઈશ્વરીયા ગામના લોકો જનતા રેડ તથા ઉચ્ચ અધિકારી એ રજૂઆત કરશે.

હવે સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલામાં પણ પોલીસ ને સમયસર હપ્તા પહોંચી જતા હોય જેના લીધે દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના લોકો સાયલા પોલીસ સ્ટેશન ખાતે જીલાભાઈ પોપટભાઈ બાટીયા તથા
વિજાભાઈ પોપટભાઈ વિરુદ્ધ દારૂ વેચાણ બંધ કરવા બાબતે અરજી દાખલ કરવામાં આવી છે. બે દિવસ પહેલા અગાઉ ગ્રામજનો બુટલેગરને ત્યાં દારૂ બંધ કરી દે તેવા
સમજાવવાના પ્રયાસ કર્યા હતા જેમાં બુટલેગરોને જાણે કોઈનો ડર ન રહ્યો હોય તેવી ધાક ધમકી આપી હતી. આ રજૂઆત માટે ઈશ્વરીયા ગામના સરપંચ મંજુબેન પ્રભુભાઈ રુદાતલા, રત્નાભાઇ છનાભાઈ, વેરશીભાઈ પોપટભાઈ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!