GUJARATKARJANVADODARA

કરજણ ધાવત ચોકડી પર નોકરી કરતા લોકો ને વાહન પાર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે

કરજણ ધાવત ચોકડી પર આવેલી SBI બેંક દ્વારા પોતાની માલિકીની જગ્યા પર રેલિંગ લગાવી દેતા નોકરી કરતા લોકો ને વાહન પાર્ક કરવામાં મુશ્કેલી

નરેશપરમાર -કરજણ,

કરજણ નગરના તથા આજુ બાજુના ગામડાના ઘણા લોકો વડોદરા તથા ભરૂચ દહેજ અંકલેશ્વર નોકરી કરે છે. તેમજ તેમની સગવડ માટે તે ડાઈવે ઉપર એસબીઆઈ બેંક ની પર્સનલ જગ્યા પર તથા કરજણ ધાવટ પોલીસ ચોકી માં બ્રિજ નીચે તેમના વાડન પાર્ક કરતા હતા, જેમાં એસબીઆઈ બેંક પોતાની જગ્યા એ રેલીંગ લગાવી દીધી જેથી પાર્કિંગ બંધ થઈ ગયું તથા કરજણ પોલીસ ચોકી બહાર ના ગેટ પર પણ સવારમાં ગેટ બધ હોય છે. જેથી હજારો ની સંખ્યા માં અપડાઉન કરતા નોકરીયાત વર્ગ અટવાયો છે અને પાર્કિંગ ની જગ્યા ન મળતાં ગમે ત્યાં પાર્કિંગ કરવા મજબૂર થયા હતા.. કરજણ નગરપાલિકા તથા કરજણ ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને વિનંતી છે કે પ્રજાજનો ની સગવડ માટે બ્રિજ નીચે જે જગ્યા ખાલી છે ત્યાં અથવા આજુ બાજુ ની કોઈ જાહેર જગ્યા પર પાર્કિંગ ની વ્યવસ્થા કરાવે જેથી નોકરીયાત વર્ગ વાડન ની ચિંતા કર્યા વગર પાર્કિંગ કરી નોકરી કરી શકે.

Back to top button
error: Content is protected !!