GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢ તાલુકા ભાજપ પ્રમુખ કોગ્રેસમા જોડાયા, કમળ છોડી કોંગ્રેસનો પંજો પકડતા રાજકીય ગરમાવો

તા.17/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આજે અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ ઓફિસ ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હાથે ખેસ પહેરીને થાનગઢ તાલુકા ભાજપ પ્રમુખ એવા બચુભાઈ સોમાભાઈ ડાભીએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસના પંજો પકડતા રાજકીય હલચલ મચી જવા પામી છે ત્યારે ચોટીલા પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, થાનગઢ કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ ગાંગડીયા થાનગઢ શહેર પ્રમુખ મંગળુભાઈ ભગત, નગરપાલિકા સદસ્ય બાપાલાલ ઝાલા સહિતના કોંગ્રેસ આગેવાનો સાથે બચુભાઈ ડાભી અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા અને કોગ્રેસનો ખેસ ધારણ કરેલ હતો જયા રાજીવ ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ નેતાઓની હાજરીમાં જોડાયા હતા ત્યારે થાનગઢ તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો મંગળુભાઈ ભગત અને ભુપતભાઈએ જણાવ્યું હતું કે હજુ આગામી સમયમાં ભાજપના હોદેદારો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાનાર છે અને ટુંક સમયમાં થાનગઢ ખાતે કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર જોડાવાનો એક પોગ્રામ બનાવેલ છે અને કોગ્રેસને મજબૂત કરવા સંગઠન શક્તિ વધારી આ તમામ કાર્યકર્તાઓ કામે લાગશે અને કોગ્રેસ થાનગઢ નગરપાલિકા ચુટણી લડશે અને જીતશે હાલ તો અન્ય ભાજપ આગેવાનોને કોંગ્રેસ તરફ ન જાય તે માટે સ્થાનિક નેતાઓ સંપર્ક કરી સમજાવી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!