WAKANER:વાંકાનેર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ પક્ષી ચિંતક પવિત્ર મકરસંક્રાંતિ અંતર્ગત કરી કામગીરી

WAKANER:વાંકાનેર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ પક્ષી ચિંતક પવિત્ર મકરસંક્રાંતિ અંતર્ગત કરી કામગીરી
સતત એલર્ટ રહી વાંકાનેર ના એક ડઝન વિસ્તારોમાં હેલ્પ લાઈન પોઇન્ટ શરૂ કર્યા
વાંકાનેર 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ નિમિત્તે વાંકાનેર ફોરેસ્ટ વિભાગે ફરજ ના ભાગે સતત એલર્ટ રહી સરકારના આદેશ અનુસાર વાંકાનેર માં વિવિધ વિસ્તારોમાં હેલ્પ લાઈન પોઇન્ટ શરૂ કર્યા હતા જેમાં વાંકાનેર મોરબી રોડ પર ના વાંકાનેર નેશનલ હાઈવે પર ના દેલવાડીયા દવાખાના પાસે તેમજ ઢુવા ચોકડી નાગરિક બેંક દાણાપીઠ ચોક પશુ દવાખાના પાસે સહિતના વિચારોમાં ફોરેસ્ટ વિભાગ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ એન કચોટ ના માર્ગદર્શનથી જે કે ઝાલા રાઉન્ડ ફોરેસ્ટર તથા વનરક્ષક એ એચ સોલંકી એન.ડી સાકરીયા બી. બી. રંગપરા બી.વી. બોલિયા કે વી પનારા સહિતની ટીમે મકરસંક્રાત અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કર્યા હોય તેના ભાગરૂપે સારો એવો પ્રતિસાદ મળ્યો હોય તેમ ગયા વર્ષ કરતા આ વર્ષે પશુઓ ની ઇજાગ્રસ્ત સમસ્યા ઓછી રહી છે સવારથી સાંજના છ વાગ્યા સુધીમાં માત્ર એક ડઝન એટલે કે છ જેટલા જ કેશો મળી આવ્યા છે જેની સારવાર પક્ષી દવાખાનાના ડોક્ટર સિપાઈ એ તત્કાલ ઇજાગ્રસ્ત પક્ષી ને સારવાર આપવામાં આવી હતી જેમાં કબૂતર ચકલી જેવા પક્ષીઓ ઇજાજ થયા હતા







