AHAVADANGGUJARAT

ડાંગ માં શૈક્ષણિક વર્ષ છ માસિક અને વાર્ષિક પરીક્ષાનાં છાપકામમાં નબળી ગુણવત્તા અંગે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયત, શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ની છ માસિક અને વાર્ષિક પરીક્ષાના છાપકામમાં નબળી ગુણવત્તાના કાગળનો ઉપયોગ કરી થયેલ કથિત ભ્રષ્ટાચાર બાબતે ડાંગ જિલ્લા કોંગ્રેસ આઇ. ટી.સેલ ના પ્રમુખ મનીષ મારકણાએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.ડાંગ જિલ્લાના કોંગ્રેસ આઇટી સેલ પ્રમુખ મનીષભાઈ કરમશીભાઈ મારકણાએ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા દ્વારા, ડાંગ જિલ્લા પંચાયત અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ની છ માસિક અને વાર્ષિક પરીક્ષાઓ માટે કરવામાં આવેલા છાપકામમાં (પૂરવણીઓ અને પ્રશ્નપત્રો) અને અન્ય છાપકામમાં થયેલા ગંભીર ભ્રષ્ટાચાર અને GEM પોર્ટલના નિયમોના ઉલ્લંઘન કરી ખુબજ મોટા પાયે ભ્રસ્ટાચાર કરી વિદ્યાર્થીઓના હિતમાં જે પૈસા ખર્ચવાના હતા તે પૈસા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જે ભ્રસ્ટાચારની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવેલ છે. અને ​પરીક્ષાની પૂરવણીઓ અને પ્રશ્નપત્રોના છાપકામ માટેના નિયમો અને ઠરાવો અનુસાર, કાગળની ગુણવત્તા બિડનાં સ્પેસિફિકેશન(GSM – Grams per Square Meter) નિયમ મુજબ ૬૬-૭૦ GSM હોવી જોઈએ.જોકે, એજન્સી/અધિકારીઓ દ્વારા છાપકામ માટે પૂરી પાડવામાં આવેલી પૂરવણીઓ અને પ્રશ્નપત્રો માટેના કાગળની ગુણવત્તા અત્યંત હલકી કક્ષાની (Sub-standard) છે.અને તે માત્ર ૫૫-૬૦ GSM ની આસપાસની હોવાનું જણાય છે.આ હલકી ગુણવત્તાના કાગળનો ઉપયોગ સીધો જ નિયમોનું ઉલ્લંઘન છે અને તેનાથી જાહેર નાણાંનો મોટા પાયે દુરુપયોગ થયો છે. એજન્સી/અધિકારીઓ ઉચ્ચ ગુણવત્તાના (૬૬-૭૦ GSM) નાણાં મેળવીને, નીચી ગુણવત્તાના (૫૫-૬૦ GSM) કાગળનો ઉપયોગ કરીને મોટો નાણાકીય ભ્રષ્ટાચાર કરેલો છે.આવી હલકી ગુણવત્તાના કાગળોથી વિદ્યાર્થીઓને લખવામાં મુશ્કેલી પડી શકે છે અને લાંબા ગાળે આ શૈક્ષણિક વહીવટની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો કરી શકે છે.અને વધુમાં હાલમાં GEM પોર્ટલમાં આજની તારીખ સુધીમાં એજન્સી ને હજુ સુધી કોઈ વર્ક ઓર્ડર આપવામાં આવેલ નથી અને ઓફલાઇન વર્ક ઓર્ડર આપી ને ભ્રષ્ટાચારને છુપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઓફલાઇન ટેન્ડર આપવાનું જ હોય તો GEM પોર્ટલ પર શા માટે આવા નાટકો કરવામાં આવે છે. આ પોતાના લાગતાં વળગતા ને ટેન્ડર આપી ને કમિશન ખાવા માટે પણ આ કરેલ હોય એવું દેખીતી રીતે ફલિત થાય છે.પ્રશ્નપત્ર GeM પોર્ટલ ના બીડ મુજબ A4 હોવી જોઈએ પરંતુ તેની સાઈઝ A4 નથી એ આપ કોઈ પણ પ્રશ્નપત્ર જોઈને દેખીતી રીતે ફલિત થઈ શકે એવું છે.અને નકલ સામેલ છે.અને તેની GSM પણ 48 થી 50 GSM છે.જે નકલ પરથી આપને ખ્યાલ આવી શકે એમ છે.પુરવણી ની GSM પણ ૫૫ થી ૬૦ GSM હોય એની પણ નકલ સામેલ છે આમ કોઈ પણ પૂરવણી અને પ્રશ્નપત્ર કોઈ પણ વસ્તુ ખરાબ ગુણવતાની, સાઈઝ પણ બરોબર નથી અને પેપર પણ ડાર્ક પેપર હોય જેથી આમાં વિધાર્થી ના પૈસા ને પણ આ લોકો છોડતાં નથી આ વસ્તુ દેખીતી રીતે જાણી શકાય છે.આ  ગંભીર બાબતને ધ્યાનમાં લઈને, તાત્કાલિક ધોરણે ​આ સમગ્ર છાપકામ પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાનો આદેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. એજન્સી અને જવાબ અધિકારી દ્વારા પૂરા પાડવામાં આવેલા કાગળના જથ્થાના GSMનું તટસ્થ લેબોરેટરીમાં પરીક્ષણ (Testing) કરાવવામાં આવે.જો ભ્રષ્ટાચાર અને નિયમભંગ સાબિત થાય, તો જવાબદાર એજન્સી અને જવાબ અધિકારી સામે કાયદેસર અને દંડાત્મક અને બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમના દ્વારા થયેલ વધારાની રકમની વસૂલાત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!