GUJARATMAHISAGARSANTRAMPUR

પાદેડી અડોર પ્રાથમિક શાળાને અડીને આવેલો પેટ્રોલ પંપ આવનારા દિવસોમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના જાનુ જોખમ તો નહીં બનેને ને???

♦સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે આવેલ હેતલ પેટ્રોલ પંપ શું કોઈ મોટા આકસ્માતની રાહ જોઈ રહ્યો છે!??

પાદેડી અડોર પ્રાથમિક શાળાને અડીને આવેલો પેટ્રોલ પંપ આવનારા દિવસોમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના જાનુ જોખમ તો નહીં બનેને ને???

અનેક સવાલોથી ઘેરાયેલા હેતલ પેટ્રોલ પંપ ની સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરતા સ્થાનિક લોકો.

 

સંતરામપુર તાલુકાના પાદેડીઅડોર ગામે આવેલ હેતલ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી લોક માંગ…

 

 

અમીન કોઠારી    મહીસાગર

 

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે આવેલ હેતલ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ સામે સ્થાનિક રહીશો તેમ જ આજુબાજુના રહીશોમાં આ પેટ્રોલ પંપ ને લઈને ખૂબ જ તીવ્ર લોકમાંગ ઊઠવા પામી છે કે, હાલમાં બનેલા ગંભીરા પુલ અકસ્માત, વડોદરા બોડકાંડ, રાજકોટ ગેમ ઝોન, અગ્નિકાંડ જેવા જે હાદશા બની રહ્યા છે જેને લઇને પાદેડી ગામે આવેલો આ પેટ્રોલ પંપ પાદેડી અડોર પ્રાથમિક શાળાને બિલકુલ અડીને આવેલો છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે,

જેને લઈને ગામ લોકોમાં આ પેટ્રોલ પંપને લઈને ભીતરમાં વિરોધની માંગ ઊભી થવા પામી છે.

 

લોકોનું માનવું છે કે પેટ્રોલ પંપમાં અવારનવાર પેટ્રોલ તેમજ ડીઝલ પુરાવા આવી રહેલા ટેન્કરો સમયાંતરે આવતા હોય છે અને ખાલી થઈ જતા હોય છે ….

 

ત્યારે એવા સમયે પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ પુરાવા આવનાર વાહન માલિકો દ્વારા અને તેમની સાથે આવેલા માણસો દ્વારા ધુમ્રપાન કરવામાં આવે છે એ સમયે જો પેટ્રોલ અથવા ડીઝલ ટાંકીમાં ખાલી થતું હોય અને આગ પકડી લેવામાં આવે તો ખૂબ જ મોટી હોનારત થાય અને એ આગ જો વધારે માત્રામાં ફેલાય તો પેટ્રોલ પંપને અડીને આવેલી પ્રાથમિક શાળાને ખૂબ જ મોટું જોખમ ઊભું થાય તેમ છે આગ જો વધારે માત્રામાં પકડાઈ જાય તો શાળાના અભ્યાસ કરતા બાળકોને જાનનું જોખમ રહેલું છે.

 

આ બાબતે મહીસાગર જિલ્લાના કલેક્ટરશ્રીને ઉદ્દેશીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે અને એ પત્ર ની એક એક નકલ સંતરામપુરમાં આવેલ ડેપ્યુટી કલેકટર તેમજ મામલતદાર શ્રી ને પણ જાણ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

 

અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે હેતલ પેટ્રોલિયમ નામના માલિકને બાજુમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી હોવા છતાં પણ પેટ્રોલ કંપની ધ્વારા મંજૂરી આપનાર જે તે સમયના અધિકારીએ કેમ સ્થળ તપાસ ન કરી અને તેની સામે ગંભીરતા પુર્વક રીતે વિચાર્યા વગર મંજૂરી આપી છે તો જે તે સમયના એવા જવાબદાર અધિકારી અને કર્મચારી સામે પણ યોગ્ય ન્યાયિક, શિક્ષાત્મક અને દંડનાત્મક કાર્યવાહી થવી જોઈએ એવો ગણઘણાટ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે, લોકોનું કહેવું છે કે આ પેટ્રોલ પંપ ની સામે વેલામાં વહેલી તકે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખૂબ જ મોટી હોનારત સર્જાવાની ભીતી સેવાઈ રહી છે જેને અનુલક્ષીને મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રી આ બાબતે ગંભીરતાપૂર્વક સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી લોકોની લાગણી અને માંગણી છે.

Back to top button
error: Content is protected !!