તસ્વીર : કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ : ડાકોર
ઉમરેઠ ખાતે રહેતા જલ્પન વ્યાસનો દીકરો નામે મહિમ વ્યાસ ઉમરેઠ ડાકોર રોડ પર આવેલ ભવન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ધો.૫ માં અભ્યાસ કરે છે.આ મહિમ વ્યાસને કરાટે ના શિક્ષક રાજકુમાર સોનીએ અંગૂઠા પકડવા માટે જણાવ્યું હતું ત્યારબાદ આ શિક્ષકે તે બાળકને પોતાની પાસે બોલાવીને ઉપરાછાપરી ૮ લાફા મારી દીધા હતા.આટલી બધી ક્રૂરતા સાથે લાફા નો વરસાદ કર્યો તેનાથી આ બાળક ખૂબ જ ગભરાઈ ગયો હતો અને સ્કૂલે થી ઘરે આવીને પોતાના વાલીને કઈ પણ જાણ કરી ન હતી.પરંતુ થોડા દિવસ બાદ તે બાળકને કાનમાં અસહ્ય દુઃખાવો થયો અને કાન પર સોજો આવી ગયો હતો ત્યારે વાલીએ બાળકને રાહત થાય તે માટે કાનમાં ટીપા નાખી ને રાહત થાય તેમ કર્યું હતુ અને બાળકે તમામ હકીકતની જાણ વાલીને કરી હતી.પરંતુ કાનમાં દુખાવો ચાલુ રહેતા અને સોજો ન ઉતરતા બાળકને સિવિલ દવાખાનામાં સારવાર અર્થે લઈ ગયા હતા અને ત્યાં હાજર તબીબે સારવાર કરી અને આરામ કરવા જણાવ્યું હતું.ત્યારબાદ વાલીએ શિક્ષક રાજકુમાર સોનીને ઘટના વિશે પૂછ્યું તો શિક્ષક વાલી પર જ ઉશ્કેરાઈ ગયો અને તમારા દીકરાનો જ વાંક છે અને તમારાથી જે થાય તે કરી લેજો તેમ કહીને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને વાલીએ ભવન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરીને તે શિક્ષક રાજકુમાર સામે પગલાં લઈને કાયદેસરની ફરિયાદ કરવા જણાવ્યું હતું.પરંતુ આજ દિન સુધી ભવન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ મેનેજમેન્ટે અને વહીવટકર્તાઓએ યેનકેન પ્રકારે શાળાનું નામ ન બગડે તેવા પ્રયત્નો કરીને શિક્ષક રાજકુમાર સોની સામે કોઈ કાયદેસરના પગલા લઈ કોઈપણ પ્રકારની ફરિયાદ કરી નથી અને આ બાળક નામે મહિમ વ્યાસની મેનેજમેન્ટે ખબરઅંતર પણ લીધા નથી કે બાળક ને કોઈ શારીરિક ખામી છે કે કેમ તે પણ જાણકારી મેળવી નથી.બાળકના પિતા જલ્પન વ્યાસની અરજી મુજબ તેમના દીકરા મહિમ વ્યાસ શરીરે ખૂબ જ નબળા છે અને શિક્ષક રાજ સોની કરાટે શીખવાડવાનું કામ કરે છે જેઓએ આ બાળકને લાફા મારીને ગંભીર માર માર્યો છે,પરંતુ પ્રાથમિક સારવાર લીધા બાદ બાળકને ભવિષ્યમાં ડાબા કાનમાં ગંભીર ઊણપ આવી શકે અમે કાયમી બહેરાશ આવી જાય તેવી શક્યતાઓ છે.
જલ્પન વ્યાસની ડાકોર પોલીસ સ્ટેશન ખાતે આપેલ અરજી મુજબ આ શિક્ષક રાજ સોની રાજકીય રીતે પહોંચી વળેલ છે તથા સ્કૂલ મેનેજમેન્ટ સબળ રાજકીય પીઠબળ ધરાવે છે અને બાળક પર કરેલ જુલમ થી બાળક આજદિન સુધી માનસિક આઘાતમાં ગભરાઈ ગયેલ હોય છતાં સ્કૂલ મેનેજમેન્ટે વાલીને જે થાય તે કરી લેજો તેમ જણાવીને કાઢી મૂક્યા હતા.જેથી બાળકના વાલી જલ્પન વ્યાસે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે શિક્ષક રાજ સોની અને ભવન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ કરેલ છે.