BHARUCH

અકસ્માતના બે બનાવ બાદ તંત્ર જાગ્યું:નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર GIDCમાં રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના કારણે તાજેતરમાં અકસ્માતના બે બનાવો બન્યા હતા. જે બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવી છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રખડતા ઢોરના કારણે અકસ્માતના બે બનાવ સામે આવ્યા હતા. જેમાં એક વૃદ્ધને ઈજા પહોંચી હતી તો બીજી તરફ રખડતા ઢોર સાથે બાઈક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે હવે મોડે મોડે નોટીફાઇડ એરીયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે.
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જલધારા ચોકડી નજીકથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આવનારા 1 અઠવાડિયા સુધી GIDCમાં રસ્તે રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવશે. સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે અંકલેશ્વર GIDCથી રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તે અત્યંત જરૂરી છે.

Back to top button
error: Content is protected !!