હાલોલ નગરપાલિકાની ચુટણીનુ ચિત્ર સ્પષ્ટ, 21 બેઠકો પર ભાજપનો ભગવો લહરાયો, 15 બેઠકો પર હવે ચુટણી યોજાશે,26 ઉમેદવારો મેદાને
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૨.૨૦૨૫
હાલોલ નગર પાલીકાની યોજાવનાર ચૂંટણી માં ફોર્મ પરત ખેંચવાં ના અંતિમ દિવસે 20 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા ચૂંટણી નું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.જેમાં નગર ની 36 બેઠક પૈકી ભાજપા ની 21 બેઠક બિનહરીફ થઇ ગઈ છે.તેમાં વોર્ડ નંબર 2, 3 અને 5 આમ ત્રણ વોર્ડ સમરસ થતા હાલોલ નગર પાલીકા માં ચૂંટણી પહેલાજ ફરી થી ભગવો લહેરાશે.ચૂંટણી પહેલા બહુમત સ્થાપિત થતા ભાજપા કાર્યકતા ઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.હાલોલ નગરમાં 9 વોર્ડ માં 36 બેઠક માટે કુલ 72 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ચકાસણી દરમ્યાન 5 ઉમેદવારી પત્રો અમાન્ય ગણાતા 67 ઉમેદવારી પત્રો બાકી રહ્યા હતા.જે ને લઇ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈના અથાગ પ્રયત્નો તેમજ તેમના માર્ગદર્શન હેઠળ ભાજપા કાર્યકર્તા ઓએ ભાજપ વિરુદ્ધ ભરાયેલા ઉમેદવારી પત્રો પરત ખેંચાવવા માટે એડી ચોંટીનું જોર લગાવી દેતા આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે 20 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતા 47 ઉમેદવારી પત્રો બાકી રહ્યા હતા.જેમાં વોર્ડ નંબર 2,3,અને 5 આમ ત્રણ વોર્ડ સમરસ થતા નગર ના 9 વોર્ડ પૈકી 6 વોર્ડ માં 15 બેઠક માટે 26 ઉમેદવારો ચૂંટણી જંગે ચડ્યા છે.જોકે 26 ઉમેદવારો પૈકી કેટલીક સામાન્ય સીટ બિન હરીફ છે.પરંતુ જ્યાં સુધી ઓપન સીટ નું પરીણામ નિશ્ચત ન થાય ત્યાં સુધી તેઓનું પણ પરીણામ જાહેર થઇ શકે તેમ નથી.તેમ છતાંય ચૂંટણી યોજાય તે પહેલાજ ભાજપા એ 21 બેઠક બિનહરીફ થઇ જતા હાલોલ નગર પાલીકા માં ફરીથી ભગવો લહેરાશે.જેને લઇ ભાજપા કાર્યકતા ઓ માં ખુશી નો માહોલ જોવા મળી હતી અને હાલોલ કંજરી રોડ પર આવેલ ભાજપા કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એક બીજાનું મો મીઠું કરાવી ઉજવણી કરી હતી જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિહજી પરમાર,હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત ભાજપના બિન હરીફ થયેલા સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.