DAHODGUJARAT

દાહોદ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-ટાંડા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયરએજ્યુકેટરની તાલીમ યોજી 

તા.૦૧.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-ટાંડા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયરએજ્યુકેટરની તાલીમ યોજી

કિશોર-કિશોરીઓને સ્વાસ્થ્ય સુખાકારી અર્થે પોષણ,માનસિક આરોગ્ય,પ્રજનન સ્વાસ્થ્ય,નશીલા પદાર્થોથી થતા નુકશાન જેવા જીવનોપયોગી વિષયો પર આરોગ્ય શિક્ષણ દાહોદ તાલુકાના ટાંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ આર કે એસ કે પ્રોગ્રામ અંતગર્ત ત્રણ દિવસીય તાલીમ નુ આયોજન કરવામાં માં આવ્યું તેમાં હાજર રહેલા તાલીમાર્થીઓ ને કિશોરાવસ્થા દરમિયાન શરીરમા આવતા ફેરફાર, પિયરએજ્યુકેટર નો સમુદાય મા શું રોલ છે તેમજ તેમની ભૂમિકાઓ, આ એજ ગ્રુપમા તેઓમા આવતી કુટેવો જેમ કે વ્યસન, અંગે માર્ગદર્શન આપી કુટેવોથી દૂર રહેવા સમજ આપવામાં આવી, તેઓને સિકલસેલ એનીમિયા વિશે સમજ આપી લગ્ન સમયે સિકેલસેલ ના જન્માક્ષર મેળવવાની સમજ આપી બાળકો ને શાળામાં અપાતી આયર્ન ટેબલેટ નિયમિત લેવાના ફાયદા અંગે સમજ આપવામાં આવી તેઓને કેન્સર, ટીબી જેવા રોગો થવાના કારણ અંગે સમજ આપવામાં આવી તદ્દ ઉપરાંત બાળકો ના ગ્રુપ બનાવી જુદા જુદા વિષય પર ચાર્ટ બનાવવા જેવી એક્ટિવિટી કરાવવા મા આવી સમગ્ર તાલીમ દરમિયા આર કે એસ કે નોડલ નિખિલભાઈ પ્રા આ કે ના મેડીકલ ઓફીસર ડૉ મોરી પ્રા આ કે ટાંડા ના મેલ સુપરવાઇઝર મુકેશભાઈ તથા સીએચો નિશા બેન ઉપસ્થિત રહી પિયર એજયુકેટર જુદા જુદા વિષયો પર માર્ગદર્શન આપવા મા આવ્યું તથા તેઓની સતાવતી મૂંઝવણના ઉપાય બતાવવામાં આવ્યા હતા આ સમગ્ર પ્રોગ્રામ ના વહીવટી સંચાલન પ્રા આ કે ના ઓપરેટર ગૌરવભાઈ એ મહત્વ ની ભૂમિકા નિભાવી તથા પ્રા આ કે ના પટાવાળા દ્વારા પ્રોગ્રામ સંચાલન મા પોતાનું યોગદાન આપ્યુ સમગ્ર તાલીમ ના પ્રોગ્રામ ને સફળ બનાવવા પિયર એજ્યુંકેટર ને નિયત હાજર રાખી આશા ઓ દ્વારા પોતાનું યોગદાન આપવામાં આવ્યું તાલીમ દરમિયા બાળકો ને પોસ્ટિક નાસ્તો તથા ભોજન આપવામાં આવ્યું તેમજ તેઓને પિયર કીટ જેમાં ઘડિયાળ, બોલપેન, એક્ઝામ પાટિયા, આસન પટ્ટા, છત્રી , ડાયરી તથા આર કે એસ કે ના લોગો વાળી ટોપી આપવા આવી

Back to top button
error: Content is protected !!