વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને આજ રોજ સાપુતારા ખાતે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાપુતારા ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠ તથા જવાહર નવોદય વિદ્યાલય સાપુતારા ખાતે SPC સમર કેમ્પ-૨૦૨૫નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ સમર કેમ્પનો મુખ્ય ઉદેશ્ય બાળકોમાં હકારાત્મક દ્રષ્ટી કોણ ખીલે તેમજ શારીરિક અને માનસિક મજબૂતાઈ કેળવે અને બાળકોમાં શિસ્ત અને તેજસ્વીતા જેવા ગુણો અને દેશભાવનાનુ નિર્માણ થાય સાથે જ તેઓ ઉમદા નાગરિક બને તે હેતુથી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આ સમર કેમ્પ-૨૦૨૫ નુ આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પનું આયોજન તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજથી તા.૧૧/૦૫/૨૦૨૫ સુધી કરવામાં આવેલ છે. જેમાં ડાંગ જિલ્લાની અલગ-અલગ ૦૬ શાળાઓના અંદાજે કુલ ૫૦૦ જેટલાં વિદ્યાર્થી ભાગ લઇ રહ્યાં છે.