MORBi:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરીપર મુકામે 3 દિવસીય ઉઘોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું
MORBi:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરીપર મુકામે 3 દિવસીય ઉઘોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું
ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમલીકૃત તેમજ SIDBI (સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા) ના સપોર્ટથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરિપર ગામ મુકામે સ્વાવલંબન આર્ટિસન ક્લસ્ટર રીવાઈવલ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ દિવસીય EDTP (ઉદ્યોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્રમ) નું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ દરમિયાન EDIIના સ્ટાફ દ્વારા ઉદ્યોગસાહસિક બનવામાં રહેલી વિવિધ તકો તેમને પડતી મુશ્કેલીઓ તેમજ માર્કેટમાં શું જરૂરીયાતો છે તે વિશે ઊંડાણપુર્વક જાણકારી આપવામાં આવી હતી સાથે – સાથે સફળ ઉદ્યોગસાહસિકના ગુણો અને લક્ષણો તેમજ આર્ટીસન કાર્ડ અને કમિશનરશ્રી, કુટીર અને ગ્રામોઘોગ વિભાગ દ્વારા અમલીકૃત વ્યવસાયલક્ષી યોજનાની માહિતિ આપવામાં આવી હતી, માસ્ટર ટ્રેનરો દ્વારા સફળ ઉદ્યોગસાહસિક બનવા માટે શું લાક્ષણિકતા હોવી જોઈએ તેના વિશે રીંગ ટોસ અને બ્લોક બિલ્ડીંગ જેવી ગેમ રમાડીને ઉદ્યોગ ચાલુ કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતગાર કર્યા હતા.
આ EDTP (ઉધોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્રમ) માં હરીપર ગામના 30 કારીગર બહેનો જોડાયા હતા EDII માંથી ચંદ્રેશભાઈ રાઠોડ અને જયભાઈ જોષી હાજર રહ્યા હતા. તેમજ ગેસ્ટ ફેકલ્ટી તરીકે રાજકોટ RSETI માંથી જિગ્નેશભાઈ અને હરીપર ગામના સરપંચશ્રી હાજર રહ્યા હતા.