DAHODGUJARATLIMKHEDA

પીપલોદ પોલીસે ચાઇનીઝ દોરીના વેચાણ સામે કડક કાર્યવાહી કરી, રૂ.૬૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યું

તા.૧૦.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Pipalod:પીપલોદ પોલીસે ચાઇનીઝ દોરીના વેચાણ સામે કડક કાર્યવાહી કરી, રૂ.૬૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યું

આગામી ઉત્તરાણ (મકરસંક્રાંતિ) પર્વને ધ્યાનમાં રાખી ચાઇનીઝ દોરીના વપરાશથી થતા જીવલેણ અકસ્માતોને અટકાવવા માટે પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ, દાહોદ જી.દાહોદ દ્વારા જિલ્લામાં ચાઇનીઝ દોરી/તુક્કલના વેચાણ કરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.આ સૂચનાઓના અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી જી.બી. રાઠવા સાહેબની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન અ.પો.કો. વસંતભાઈ માનાભાઈ (બ.નં. ૧૨૪૫) ને બાતમી મળી હતી કે પીપલોદ ગામે રણધીકપુર ત્રણ રસ્તા પાસે એક ઇસમ મીણીયાના થેલામાં ચાઇનીઝ દોરીના ફીરકા ભરીને વેચાણ માટે ઉભો છે.આ બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન એક ઇસમ પાસેથી મીણીયાના થેલામાં ચાઇનીઝ દોરીના ફીરકા નંગ-૧૨૦, કુલ કિંમત રૂ.૬૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા તે કબજે લેવામાં આવ્યો હતો. આરોપી યશવંતકુમાર ખુબીલાલ, જાતે જીજીંગર, રહે. સંજેલી, કુંભાર ફળિયું, તા. સંજેલી, જી. દાહોદ ના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!