વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૬ ઓગસ્ટ : જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન કચ્છ દ્વારા તા.૧૪/૯/૨૦૨૪ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જે વકીલ તથા પક્ષકારોને જિલ્લા ગ્રાહક કમિશનમાં લોક અદાલત મારફતે સમાધાન કરવું હોય તેઓ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ભુજ કચ્છની કચેરીના ફોન નં. (૦૨૮૩૨)૨૯૬૦૭૩ અથવા ઇમેઇલ cdrfbhuj@gmail.com પર સંપર્ક કરવા મદદનીશ નિયામકશ્રી, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે.