ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં રમતના મેદાનમાં રાજકારણ — જિલ્લા રમતગમત અધિકારીની ગંભીર બેદરકારી – કોગ્રેસના ગંભીર આક્ષેપો 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં રમતના મેદાનમાં રાજકારણ — જિલ્લા રમતગમત અધિકારીની ગંભીર બેદરકારી – કોગ્રેસના ગંભીર આક્ષેપો

સાંસદ ખેલમહોત્સવ ની સરકારી પત્રિકા માં ભાજપ સંગઠન હોદ્દેદારોના નામો છપાયા.

 

અરવલ્લી જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ જેવા સરકારી કાર્યક્રમની પત્રિકા જિલ્લા રમતગમત અધિકારી દ્વારા છપાવી, તેમાં ખુલ્લેઆમ ભાજપના હોદ્દેદારોના નામો લખવામાં આવ્યા છે, જે સરકારી હોદ્દાનો દુરુપયોગ અને કાયદાનો ગંભીર ભંગ છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું કે સરકારી કાર્યક્રમ કોઈ રાજકીય પક્ષની મિલ્કત નથી. જાહેર નાણાંથી આયોજિત કાર્યક્રમને ભાજપના પ્રચાર માટે ઉપયોગમાં લેવો એ લોકશાહી, શાસકીય નિરપેક્ષતા અને સિવિલ સર્વિસ કન્ડક્ટ રૂલ્સ પર સીધો હુમલો છે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ માંગ કરે છે કે જવાબદાર અધિકારી સામે કડક શિસ્તભંગ કાર્યવાહી કરવામાં આવે અને જાહેર નાણાંના દુરુપયોગની તપાસ કરવામાં આવે.જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ કાયદાકીય તથા લોકશાહી માર્ગે ઉગ્ર સંઘર્ષ કરશે, જેના માટે જવાબદારી સરકારની રહેશે.

Back to top button
error: Content is protected !!