GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં 23 મો શ્રી ઉમા સમૂહ ભજન નું આયોજન કરવામાં આવ્યું

કેશોદમાં 23 મો શ્રી ઉમા સમૂહ ભજન નું આયોજન કરવામાં આવ્યું

કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલા જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજ ખાતે પાટીદાર સમાજનું મિલન તથા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદમાં વસતા 2300 પરિવારના 7000 ઉપરાંત સભ્યો સાથે બેસીને ભોજન લે છે પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ના જણાવ્યા મુજબ કેશોદના પાટીદાર સમાજ દ્વારા શ્રી ઉમા સમૂહ ભોજન જ્યારે 2000 ની સાલમાં ઊંઝા થી કેશોદ ઉમા રથનું આગમન થયેલું ત્યારથી સતત 24 વર્ષથી કરવામાં આવી રહ્યું છે માત્ર કોરોના સમયે એક વર્ષ મોકુફ રાખવામાં આવ્યું હતું આ સમૂહ ભોજન તથા જ્ઞાતિ મિલન રાખવાનું મુખ્ય કારણ જ્ઞાતિની એકતા અને ખોટા રીતરિવાજો અને અંધશ્રદ્ધાઓથી મુક્ત થઈ સમગ્ર સમાજને ઉપયોગી થવું જરૂરીયાત મંદ પરિવારોને શૈક્ષણિક આર્થિક મદદરૂપ થવું આ હેતુ સાથે આ કાર્ય 24 વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે આજના શ્રી ઉમા સમૂહ ભોજનમાં મુખ્ય દાતાઓમાં ભરતભાઈ વડારીયા પરિવાર જયેશભાઈ લાડાણી પરિવાર તથા અરવિંદભાઈ લાડાણી પરિવાર તથા રમેશભાઈ કોરડીયા નો પરિવાર નો સહકાર મળી રહ્યો હતો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!