AHAVADANGGUJARAT

આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં PM કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

*ડાંગ જિલ્લાના ૨૨,૬૬૭ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સમ્માન નિધિ યોજનાના ૨૨ મા હપ્તાની રકમ પેટે કુલ રૂ.૫.૮૯ કરોડ જમા થયા*

વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ગુવાહાટી આસામ ખાતે ૧૩ માર્ચ ૨૦૨૬ ના રોજ વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતમાં પી. એસ. કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૨ મો હપ્તો રિલીઝ કરવાંનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત આહવાના ડાંગ સેવા મંડળ ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની ઉપસ્થિત “પી. એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ડાંગ જિલ્લાના ૨૮ હજાર ૬૬૭ ખેડૂતના બેંક ખાતામાં ૨૨ મા હપ્તાની રકમ પેટે કુલ રૂ. ૫. ૮૯ કરોડ જમા થયા હતા.

આ પ્રસંગે વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને સધ્ધર કરવાનું કામ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. પહેલા બેંકમાં ખાતું ખોલાવવા માટે લોકોએ ધક્કા ખાવા પડતા હતા. પરંતુ વડાપ્રધાનશ્રીએ જનધન યોજના શરૂ કરાવી લોકોના બેંક ખાતા ખોલાવ્યા છે. હવે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયની રકમ સીધી લાભાર્થીના ખાતામાં જમા થાય છે. દીર્ઘદ્રષ્ટિ ધરાવતા આપણા વડાપ્રધાનશ્રીએ જનધન યોજના શરૂ કરાવતા હવે વચેટીયા નાબૂદ થઈ ગયા છે. હવે દિલ્હીથી મોકલાતો એકેએક રૂપિયો સીધો લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વર્ષમાં ૬ હજાર રૂપિયા ડીબીટી મારફતે જમા થઈ જાય છે. આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી પ્રસંગે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૨૨ મો હપ્તો જમા થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત દેશભરમાં ૧૮.૬૫૦ કરોડ જે કુલ ૯. ૩૨ ખેડૂતોના બેંક ખાતામાં જમાં થયા, જેમાં ગુજરાતમાં ૪૯, લાખ ૫૯ હજાર ૯૩૭ ખેડૂતોના ખાતામાં રૂ. ૧,૦૨૮ કરોડ, અને ડાંગ જિલ્લાના ૨૨,૬૬૭ ખેડૂતોના ખાતામાં રૂ.૫.૮૯ કરોડની સહાય રકમ જમા થઈ છે.

વડાપ્રધાનશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે કરાયેલા આહવાન અંગે શ્રી વિજયભાઈ પટેલે ગર્વ સાથે જણાવ્યું કે, માન. રાજ્યપાલશ્રીના આહવાન થી ગુજરાતમાં સૌ પ્રથમ ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર થયો છે. ડાંગના ખેડૂતો અન્ય માટે પ્રેરણા પુરી પાડી રહ્યાં છે. ડાંગની ખેત પેદાશને ગ્લોબલ માર્કેટ મળે અને ડાંગનો ખેડૂત આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રયાસ થઈ રહ્યા છે.

રાજ્યમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક નુકસાનીનાં રાહત માટે સરકારે રૂપિયા ૧૦ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ આપ્યું છે તેમ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું.

ડાંગ જિલ્લા ખેતીવાડી શાખા આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગુવાહાટી ખાતે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા કિસાન ઉત્સવ દિવસનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં તાલુકા કક્ષાએ વઘઈ તેમજ સુબીર ખાતે પણ પી. એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન લાભાર્થીઓને યોજકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીમાં ડાંગ જિલ્લા પંચાયતના ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ શ્રી હરેશભાઇ પી.બચ્છાવ, જિલ્લા કલેક્ટર શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા, સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલે કર્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી  વિજયકુમાર  ખાંભુએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!