DAHODGUJARAT

દાહોદ તાલુકાના અંતરિયાળ સરહદી વિસ્તાર દશલા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દાહોદના જન્મ દિવસ નિમિતે વિધાર્થીઓને પોષણયુક્ત કરાવ્યું ભોજન

તા.૧૩.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના અંતરિયાળ સરહદી વિસ્તાર દશલા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દાહોદના જન્મ દિવસ નિમિતે વિધાર્થીઓને પોષણયુક્ત કરાવ્યું ભોજન

શરીરમાં જરૂરી પોષક તત્વો જવા જોઈએ તે આપણા ઘરના ભોજનમાંથી જ મળતા હોય છે : મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દશલા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓની કરાઇ આરોગ્ય તપાસ દાહોદ તાલુકાના અંતરિયાળ સરહદી વિસ્તારમાં આવેલ દસલા ગામ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દસલામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દાહોદ ડૉ.ઉદય ટીલાવતના જન્મદિવસ નિમિતે ભોજન રાખવામાં આવ્યું હતું. જેમાં ડૉ ઉદય ટીલાવતએ પોતે જ ભોજન પીરસીને બાળકને જમાડ્યા હતા. સાથે ડૉ ઉદય ટીલાવતએ દરેક બાળકોને કહ્યું કે ઘરેથી જ રોજ ટિફિન લઈને જ આવવું બહારના નાસ્તાના કે પડીકા ખાવા નહીં જમશો રમશો અને ભણશો જેવું સૂત્ર આપ્યું શરીરમાં જરૂરી પોષક તત્વો જવા જોઈએ તે આપણા ઘરના ભોજનમાં જ મળતું હોય છે. બહારના નાસ્તાના પડીકામાં કશું મળતું નથી તેના કારણે સ્વાસ્થ્ય ખરાબ થાય છે. જેના કારણે દીકરા દીકરીઓમાં વજન તથા લોહીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. શાળાના શિક્ષક ગણને પણ સૂચન કરવામાં આવ્યું કે, વિદ્યાર્થીઓ રોજ ઘરેથી ટિફિન લઈને આવે તે સુનિશ્ચિત કરશો જમ્યા પછી બાળકોને આયર્ન ફોલિક એસીડની ટેબલેટ ગળાવવામાં આવી હતી. તેમજ શાળાના દરેક વિધાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના ૦૯થી૧૨ ધોરણના કુલ ૨૦૦ વિદ્યાર્થીઓએ ભોજન કર્યુંઆ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી, શાળાના આચાર્ય, શિક્ષકગણ RBSK ટીમ, આરોગ્યના કર્મચારીઓ સહભાગી બની હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!