BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં ૨ ઓગસ્ટના રોજ “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાશે

પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ડીસા ખાતેથી જિલ્લા કક્ષાના “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાશે પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બનાસકાંઠાના અંદાજે ૪ લાખ ખેડૂતોને રૂ. ૨૦૦૦ લેખે ૨૦માં હપ્તાના સહાયની ચૂકવણી કરાશે ૦૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ દેશભરમાં “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વારાણસી, ઉત્તરપ્રદેશ ખાતેથીપી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરશે. રાજ્યના ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૧૧૮ કરોડથી વધુની રકમ હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ કરાશે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને ૨૦મો હપ્તો રીલીઝ કરવામાં આવશે. ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરાશે. બનાસકાંઠા જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં શ્યામ કોલ્ડ સ્ટોરેજ, માલગઢ ડીસા ખાતેથી સવારે ૯.૩૦ કલાકે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરાશે. બનાસકાંઠા જિલ્લાના અંદાજે કુલ ૪ લાખ ખેડૂતોને રૂ. ૨૦૦૦/- નો ૨૦માં હપ્તા તરીકે સહાયની ચૂકવણી કરાશે. આ સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાની ઉજવણી કરાશે જેમાં સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. પાલનપુર તાલુકા માટે એ.પી.એમ.સી, પાલનપુર ખાતે ધાનેરા તાલુકા માટે એ.પી.એમ.સી, ધાનેરા ખાતે, દાંતા તાલુકા માટે આદર્શ નિવાસી સ્કૂલ, દાંતા મોડલ સ્કૂલ, જગતપુરા ખાતે, લાખણી તાલુકા માટે તાલુકા પંચાયત કચેરી મીટીંગ હોલ, લાખણી ખાતે, વડગામ તાલુકા માટે બી.આર.સી. ભવન, વડગામ ખાતે દાંતીવાડા તાલુકા માટે બી.આર.સી. ભવન, દાંતીવાડા ખાતે, સુઈગામ તાલુકા માટે ખેતીવાડી શાખાના (સભાખંડ) તા.પં. કચેરી ખાતે, ભાભર તાલુકા માટે ટાઉનહોલ, નગરપાલિકા, ભાભર ખાતે, થરાદ તાલુકા માટે કે.વી.કે., થરાદ ખાતે, દિયોદર તાલુકા માટે શંકર ભગવાનનું મંદિર, ફોરણા ખાતે, વાવ તાલુકા માટે સરકારી કોલેજ, વાવ ખાતે, કાંકરેજ તાલુકા માટે શ્રી રાજ્ય વિદ્યા પ્રચાર સેવા સંસ્થા, કુંવારવા ખાતે, અમીરગઢ તાલુકા માટે તાલુકા પંચાયત કચેરી મીટીંગ હોલ, અમીરગઢ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાશે.

Back to top button
error: Content is protected !!