THARAD
કરણાસર પાટિયા પાસેમોટી માત્રામાં ફોતરી રાખવા બદલ અર્બુદા એગ્રો ફ્યુઅલને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારી

વાત્સલ્યમ્ પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
તંત્ર નોટિસ આપી છટકી ગયું :સલામતી નિયમોનું ઉલ્લંઘન
_________________________
કરણાસર પાટિયા નજીક અર્બુદા એગ્રો ફ્યુઅલ એનર્જી કંપનીને તલાટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કંપનીએ તેમની બિનખેતીની જમીનમાં મોટા પ્રમાણમાં રાયડા, જીરુ અને અન્ય ફોતરી સામગ્રી ખુલ્લામાં રાખી છે. આ સામગ્રી રસ્તાની બાજુમાં રાખવામાં આવી છે, જે જાનમાલ અને વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. નોટિસમાં કંપનીને અગ્નિશામક સાધનો રાખવા અને જરૂરી મંજૂરી મેળવવાનું સૂચન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતના તલાટીએ કંપનીને ચેતવણી આપી છે કે ફોતરીને એવી રીતે વ્યવસ્થિત કરવી જોઈએ કે જેથી રસ્તા પર ઉડીને જોખમ ન સર્જાય. કોઈપણ અકસ્માત કે દુર્ઘટના થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે.
____________________




