સુરતથી જૂનાગઢ લઈ જવાતો રૂ.7.20 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાવાના મામલામાં પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મીની ધરપકડ
અંકલેશ્વરની પ્રતિન હોટલ પાસે આસોપાલવ હોટલ સામે સુરતથી જૂનાગઢ લઈ જવાતો રૂ.7.20 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાવાના મામલામાં પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મીની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

નરેશપરમાર.કરજણ –

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીકના આસોપાલવ ગેસ્ટ હાઉસ નજીકથી કારમાંથી રૂ.7.20 લાખનો વિદેશી દારૂ સહિત રૂ. 10.38 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ મામલામાં પોલીસે સુરતના સરભાણના યોગી ચોક સ્થિત મંગલમ રેસિડેન્સીમાં રહેતો ચિરાગ રસીક સુદાણીની અગાઉ ઘરપકડ કરી હતી જેની પૂછપરછમાં દારૂનો જથ્થો સસ્પેન્ડેડ પોલીસ કર્મી સંજય ચાવડાએ મોકલાવ્યો હોવાનું બહાર આવતા જીઆઇડીસી પોલીસે વલસાડથી ધરપકડ કરી છે. સસ્પેન્ડેડ પોલીસકર્મી દારૂની સપ્લાય કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સંજય ચાવડા સુરત તરફથી વિદેશી દારૂ ભરી જૂનાગઢ તરફ મોકલતો હોવાનું બહાર આવ્યું હતું આ માટે તે અગાઉ ઝડપાયેલ આરોપી ચિરાગને રૂ.10 હજાર આપતો હોવાનો પણ ખુલાસો થયો છે.દારની હેરાફેરીમાં સંડોવાયેલ પોલીસકર્મી સંજય ચાવડા વર્ષ 2016 માં અનાર્મ પોલિસ જવાન તરીકે જોડાયો હતો અને વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતો હતો. વર્ષ 2024માં પણ તે વાંસદ ટોલપ્લાઝા નજીકથી વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયો હોવાની વિગતો મળી રહી છે.