BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના માનપુર (શ.) ખાતેથી ૮ જુગારીયા પકડી પાડતી બ.કાં. પોલીસ “જુગાર સ્પેશ્યલ ટીમ,પાલનપુર“…

કાંકરેજ તાલુકાના માનપુર (શ.) ખાતેથી ૮ જુગારીયા પકડી પાડતી બ.કાં. પોલીસ “જુગાર સ્પેશ્યલ ટીમ,પાલનપુર“...

કાંકરેજ તાલુકાના માનપુર (શ.) ખાતેથી ૮ જુગારીયા પકડી પાડતી બ.કાં. પોલીસ “જુગાર સ્પેશ્યલ ટીમ,પાલનપુર“…

ચિરાગ કોરડીયા પોલીસ મહાનિર્દેશક સરહદી રેંજ ભુજ(કચ્છ),અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બ. કાં.નાઓએ બ.કાં. જીલ્લામાં પવિત્ર શ્રાવણ માસમાં જુગારની પ્રવૃતી સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અંતર્ગત, સી.એફ.ઠાકોર પોલીસ ઈન્સપેકટર પાલનપુરના માર્ગ દર્શન હેઠળ જુગાર સ્પેશ્યલ ટીમ, પાલનપુર પોલીસ સ્ટાફના માણસો ગંજીપાના,ઘાણી પાસા, ક્રિકેટ સટ્ટો,વરલી મટકા વિગેરેના શ્રાવણ માસમાં જુગાર ધામ ચલાવતા ઈસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તાર માં નાઈટ પેટ્રોલીંગમાં હતા.ત્યારે કાંકરેજ તાલુકાના માનપુર (શિ.) ગામે આવતા આસીસ્ટંન્ટ સબ ઈન્સપેક્ટર વિજયકુમાર ચૌધરી ની ખાનગી બાતમી હકીકત આધારે માનપુર ગામની સીમમાં રહેતા માનભા ભવાનસિંહ વાઘેલા પોતાના અંગત ફાયદા સારૂ રહેણાંક ખેતરમાં બનાવેલ ભેંસો બાંધવાના ઢાળીયામાં કેટલાક ઈસમોને ભેગા કરી ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી-રમાડતો હોઈ જેથી સદરે જગ્યાએ રેડ કરતા કુલ-૮ ઈસમોને પકડી પાડેલ અને સદરે ઈસમોની અંગ ઝડતી માંથી રોકડા રકમ રૂ.૧૧,૩૫૦/- તથા મોબાઈલ ફોન નંગ-૬ કિં.રૂ.૩૬,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૪ કિં.રૂ.૧,૩૫,૦૦૦/-તથા જુગાર રમતા ગંજીપાના સાહિત્ય કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે રૂ.૧,૮૨,૩૫૦/- ના મુદ્દામાલ સાથે આંઠ ઈસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી સદરે ઈસમોને હસ્તગત કરી શિહોરી પોલીસ સ્ટેશન લાવી પોલીસ કોન્સ્ટેબલ જગુભા વાઘેલાએ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ફરીયાદ આપેલ છે અને વધુ તપાસ સારૂ થરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર કે.બી.દેસાઈને સોપેલ છે.
-: પકડાયેલ આરોપીઓ:-
(૧) માનભા ભવાનસિંગ વાઘેલા
(૨) અજુભા સોમભા વાઘેલા
(૩) રમેશજી વણાજી ઠાકોર
(૪) સિધ્ધરાજસિંહ રંગુજી વાઘેલા
(૫) લખુભા નટુભા વાઘેલા
(૬) શેલેષસિંહ પ્રહલાદસિંહ વાઘેલા
(૭) વિનુભા અગરસિંહ વાઘેલા
(૮) ઈન્દુભા ભવાનસિંહ વાઘેલા
તમારા રહે.માનપુર તા.કાંકરેજ
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!