જંબુસરમાં યુવક પરિણીત મહિલાને ભગાડી ગયો:ગામમાં મહિલાના પરિવારે જેસીબીથી યુવકના મકાન સહિત 6 મકાનો તોડી નાખ્યા, પોલીસ ફરિયાદ




સમીર પટેલ, ભરૂચ
જંબુસર તાલુકાના કારેલી ગામમાં ચકચારભર્યો કિસ્સો સામે આવ્યો છે. ગામનો એક યુવક પરિણીત મહિલાને ભગાડી ગયો હતો. આ ઘટનાથી ગુસ્સે થયેલા મહિલાના પરિવારજનોએ યુવકના ઘર સહિત છ મકાનો જેસીબી મશીનથી તોડી નાખ્યા હતા.
આ યુવક અગાઉ ઉબેર ગામની યુવતી સાથે પરણ્યો હતો, પરંતુ છૂટાછેડા થઈ ગયા હતા. તેણે ગામમાં રહેતી પરિણીતાને તેના પિયર આણંદ જિલ્લાના આંકલાવના એક ગામથી ભગાડી લઈ ગયો હતો.
યુવતીના પતિ અને તેના પરિવારજનોએ આ યુવકના ઘરે આવીને તેની બહેન પર હાથ ઉપાડ્યો હતો. તેમણે યુવકને શોધી લાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ 5 થી વધુ લોકોએ જેસીબી મશીન લાવીને યુવકના ફળિયામાં છ ઘરોના પતરા, અડાળા, સંડાસ અને બાથરૂમ તોડી નાખ્યા હતા. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. યુવકની માતાએ જેસીબીના ચાલક સહિત છ લોકો વિરુદ્ધ વેડચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.



