
વિજાપુર બસ ડેપો ખાતે સુરત ભાવનગર પાટણ બાયડ ધરમપુર તરફ જતા રુટ ઉપર ચાર નવીન બસો કાર્યરત કરાઇ
ધારાસભ્ય સીજે ચાવડાએ લીલી ઝંડી આપી બસો ને પ્રસ્થાન 
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ડેપો ખાતેથી ગુ.રા.મા.વા.વ્ય.નિગમ દ્વારા ફાળવવામાં આવેલ ચાર નવીન સરકારી બસો રૂટ 1.વિજાપુરથી ભાવનગર 2.વિજાપુર થી પાટણ, બાયડ , 3.વિજાપુર ધરમપુર, 4.વિજાપુર સુરત એક્સપ્રેસ રુટની નવીન ચાર જેટલી બસો મૂકી ચાલુ કરવા મા આવી છે.જેને.ધારાસભ્ય સી.જે ચાવડા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.સરકાર દ્વારા ડેપો ને ફાળવેલી આ નવીન બસો ને જનસેવામાં કાર્યરત કરવા મા આવતા અવર જવર કરતા મુસાફરો મા આનંદ ની લાગણી ઊભી થવા પામી હતી. વિજાપુર થી સુરત ભાવનગર બાયડ પાટણ તરફ જવા માટે મુસાફરો મા સતત વધારો થતો હોય છે. જેમાં દિવાળી હોળી જેવા પવિત્ર તહેવાર મા મુસાફરો નો અવર જવર પણ વધુ હોય છે. ગુજરાત સરકારે મુસાફરો ની માંગણી ઓ ને ધ્યાન માં લઇ મુસાફરોને ઉત્તમ અને વ્યાપક સેવા અને સુવિધા પ્રદાન કરવા માટે બસો ને પ્રતિબદ્ધ કરેલ છે. આ કાર્યક્રમમાં તાલુકાના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા તેમજ એ.પી.એમ.સી.ના ચેરમેન પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ , ભાજપ તાલુકા પ્રમુખ હાર્દિકપટેલ, ભાજપ શહેરી પ્રમુખ અગન બારોટ, તેમજ પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ , ભાજપ તાલુકા મહામંત્રી ગોવિંદ ભાઈ ચૌધરી પૂર્વ ભાજપ તાલુકા મહામંત્રી યોગેશભાઈ પટેલ , તાલુકા સદસ્ય પરેશભાઈ પટેલમાજી.જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર તેમજ એસ.ટી.વિભાગના વડા વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલ તેમજ ડેપો મેનેજર .વી.સી. ચૌધરી તેમજ અધિકારીગણ તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.






