
તિલકવાડા મહિલાનો શવ ટ્રેકટરને બદલે એમ્બ્યુલન્સમાં લઇ જવાની માંગ કરતા આપ કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ
દીપડાના હુમલમાં મહિલાનું મોત નિપજ્યું હતું જેનો શવ હોસ્પિટલથી ટ્રેકટરમાં લઈ જવાતા આપ કાર્યકર્તાઓ અને ભાજપ જી. પં. પ્રમુખ વચ્ચે થઈ હતી બોલાચાલી
રાજપીપલા : જુનેદ ખત્રી
સમગ્ર ઘટનાની વાત કરીએ તો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામની મહિલાને ૭ મીની રાત્રે ઘરના પાછળના ભાગેથી નાહવા બેઠા હતા ત્યારે અચાનક કપાસના ખેતરમાંથી દીપડો આવી મહિલા ને ગળાના ભાગે પકડી એને ખેંચી ને લઈ જાય છે અને આજુબાજુના લોકો તરત દોડીને આવે છે અને આ ઘાયલ મહિલા સુમિત્રાબેન તડવી ને તિલકવાડા સિવિલ હોસ્પિટલ પર એમને સારવાર માટે લઈ જવામાં આવે છે ત્યાં એમને મૃત જાહેર કરવામાં આવે છે.
આ ઘટનાની જાણ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, અર્જુનભાઈ માછી અને તેમની ટીમ દવાખા ને પરિવારજનો ની મુલાકાત લીધી તેમજ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસીંગભાઈ તડવી પણ હોસ્પિટલે પહોંચ્યા હતા.
તિલકવાડા સિવિલ હોસ્પિટલમાં મૃતક મહિલાનું પીએમ કર્યા બાદ જ્યારે મૃતદેહ ને એમના ઘરે અંતિમ સંસ્કાર માટે ટ્રેક્ટરની ટ્રોલીમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે આ બબતે આપ કાર્યકર્તાઓ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંગભાઈ તડવી વચ્ચે ઉગ્ર બોલાચાલી ના દ્રશ્યો સર્જાયા હતા આપ કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપર આક્ષેપ લગાવ્યા હતા કે કરોડો રૂપિયા સરકાર ફાળવે છે તો તાલુકા મથકે સબ વાહીની કેમ નથી તેમ કહીને જિલ્લા પંચાયત પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા
આ બાબતે મરણ જનાર મહિલાના પુત્ર કલ્પેશભાઈ અરવિંદભાઈ તડવી એ (૧) નિરંજનભાઈ નગીનભાઈ તડવી (૨) ગીરીરાજસિંહ ઉર્ફે ગીરો ભુપેન્દ્રસિંહ ગોહીલ (3) અર્જુનભાઈ બાલુભાઈ માછી સહિત આપ કાર્યકર્તાઓ સામે એકસંપ કરી ગેરકાયદેસર કાયદા વિરૂધ્ધની મંડળી રચી ટ્રેક્ટરને ગેરકાયદે અવરોધ કરી “લાશને ટ્રેક્ટરમાં લઈ જવાની નથી શબવાહીમાં જ લઇ જવાની છે” તેમ જણાવતા ફરીયાદીના સબંધી સાહેદ ભીમસીંગભાઈ તડવી દ્વારા આરોપીઓને આ રીતેનો વ્યવહાર નહી કરવા જણાવતા તેમની સાથે પણ ઉંચા આવાજમાં બોલી સુત્રોચ્ચાર કરી તેમની પાર્કીંગમાં ઉભેલ ગાડી આગળ બેસી જઇ ગેરકાયદેસર અવરોધ કરતા પોલીસ દ્વારા આરોપીઓ કોઇ સંઘર્ષ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે છુટા પડી જવા જણાવતા નહી માની ગુન્હો કર્યા બાબતની તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે



