GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ફરિયાદી નુ લેણું પુરવાર ન થતા ૯ લાખ ના ચેક રિટર્ન ના કેસમા કાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો

તારીખ ૧૨/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બાકરોલ ગામે રહ્યા હતા રયજીભાઈ પુંજાભાઈ ગોહિલ દ્વારા કાલોલ ના મહંમદ હનીફ અબ્દુલ ગની મનસુરી સામે નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ મુજબ વર્ષ ૨૦૧૭ માં ફરિયાદ દાખલ કરી હતી. બનાવની વિગતો જોતા આરોપીના પત્ની ૪ લાખ રૂપિયા ઉછીના ફરિયાદી રવજીભાઈ પાસેથી લીધા હતા ત્યારબાદ તેના તારણમાં ટાટા આઇવા મૂકી હતી અને બીજી રકમ પણ લીધી હતી અને તેનો કોરો ચેક આપ્યો હતો તેવો કેસ હતો આરોપી તરફે એવો બચાવ કરેલ કે આઇવા ગાડી રૂ ૧૩,૫૧,૦૦૦ માં રયજીભાઈ ને વેચાણ આપી હતી અને તે રકમ હરીફભાઇ ના અર્બન બેંક ના લોન એકાઉન્ટમાં રયજીભાઈએ ભરવાની હતી. જે રકમ બાકી રહે તે માટે રઈજીભાઈ ને હનીફ ભાઈએ તેનો ચેક આપ્યો હતો. જે ચેક નો દુરુપયોગ કરી રયજીભાઈએ ખોટો કેસ કર્યો હતો વધુમાં રયજીભાઈએ હનીફભાઈના અર્બન બેંકના લોન ખાતમાં પૈસા ભરેલ નહિ તેથી ૯ માસ જેટલો સમય ગાડી વાપરીને તેની આવક કરી અને હનીફભાઈ ને નુકશાન કર્યું જેથી રૂ ૮,૨૫,૦૦૦/ વસૂલ લેવા માટે હનીફભાઈએ રયજીભાઈ સામે દાવો દાખલ કરેલો. આ કેસમાં આરોપી હનીફભાઇ તરફે એડવોકેટ એસ એસ શેઠ દ્વારા ફરિયાદીની લંબાણપૂર્વકની ઉલટ તપાસ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે રૂપિયા નવ લાખના ચેક પેટે રૂ ચાર લાખ ની રકમ નો વ્યવહાર હનીફ ભાઈ ની પત્ની નફીસાબાનું સાથે થયેલો. અને તેના દસ્તાવેજો પણ પુરવાર થયા હતા જેથી નફીસાબાનુએ ફરીયાદી સાથે કરેલા રૂ ૪ લાખ ના વ્યવહાર ની જવાબદારી આરોપી હનીફભાઈની હોવાનું પુરવાર થતું ન હતુ. જેથી ફરિયાદ પક્ષ પોતાનું કાયદેસરનું લેણું પુરવાર કરી શકતો ન હોય કાલોલના એડિશનલ ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ આર જી યાદવ દ્વારા ફરિયાદીની ફરિયાદ રદ કરી આરોપીને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!