હાલોલ- પ્લાસ્ટિકના જપ્ત કરેલા જથ્થા ની ચોરી કરતા પાંચ જેટલા રોજમદાર કર્મચારીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૪.૨૦૨૫
હાલોલ નગર પાલિકા કોમ્યુનિટી હોલ ખાતે હાલોલ જીઆઇડીસી ખાતે થી ઝડપી પાડવામાં આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો મુકવામાં આવેલ તે જથ્થામાંથી પાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા પાંચ કર્મચારીઓ દ્વારા 200 થેલા ( 5000 કિલો પ્લાસ્ટિક જથ્થો ) રૂપિયા 6 લાખ ના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ હાલોલ નગર પાલિકા ના ચીફ ઓફિસર દ્વારા નોંધાવતા નગરમાં ચકચાર મચી જવા પામી છે.બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરને ખાનગી રાહે જાણવા મળ્યુ હતું કે જાન્યુઆરી 2025 થી હાલોલ જીઆઇડીસી ખાતે પ્રતિબંધિત પ્લાસ્ટીક ઉત્પાદન યુનિટો માં રેડ કરી પ્રતિબંધિત પ્લાસ્ટીક કબજે કરવામાં આવેલ તે પૈકી અમુક જથ્થો ઓફિસ ની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલમાં મુકવામાં આવ્યો છે.તે જથ્થા પૈકી કેટલોક જથ્થો હાલોલ નગર પાલિકા માં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારી ઓ સાંજના સમયે કોમ્યુનિટી હોલ ના પાછળ ના ભાગે થી દરવાજો ખોલી પ્લાસ્ટિકના થેલા ચોરી કરી સગેવગે કરે છે જે બાતમી ના આધારે સ્ટાફના માણસ ને વોચમાં રાખતા ગત રોજ નગર પાલિકાના અતુલ શક્તિ નો ચાલાક વિનય રાકેશભાઈ પાલિકાની અતુલ શક્તિ છકડો લઇ જતો હતો દરમ્યાન સ્મશાન પાસે તેને રોકી છકડામાં તપાસ કરતા જીઆઇડીસી વિસ્તારમાંથી ઝડપી પાડેલ પ્રતિબંધિત પ્લાસ્ટિક ના 25 કિલો નો એક એવા પાંચ બેગ ( થેલા ) મળી આવ્યા હતા.આ બાબતે તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે એક મહિના પહેલા મેં અને હાલોલ નગર પાલિકા માં રોજમદાર તરીકે ફરજ બજાવતા છોટા હાથી નો ચાલાક અશોક ઠાકોરભાઈ પરમાર, રોજમદાર પટાવાળા જીગ્નેશ ઉર્ફે ભોલો મધુસુદન પટેલ,સન્ની ભાઈલાલભાઈ, શિવરાજ રાજુભાઈ ડામોર ભેગા મળી સાંજના સમયે કોમ્યુનિટી હોલના પાછળ ના ભાગે આવેલ દરવાજાનું તાળું ચાવી વળે ખોલી તેમાંથી બેગો બહાર કાઢી કચરા ની ટેમ્પિમાં ભરી બહાર કાઢતા હતા. તે જથ્થો વેચી દેતા હોવાનું જણાવતા ચીફ ઓફિસરે હોલમાં તપાસ કરતા આશરે 200 પ્લાસ્ટિક બેગ ઓછી જણાઈ આવતા એક બેગ માં 25 કિલો વજન વાળી 200 બેગ એટલે 5000 કિલો પ્લાસ્ટિક એક કિલોના 120 રૂપિયા મુજબ 6 લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી કરી વેચી દીધો હોવાનું જણાઈ આવતા હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસરે હાલોલ ટાઉન પોલીસ મથકે પાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા પાંચ ઇસમો સામે ફરિયાદ આપતા પોલીસે પાંચ સામે ચોરીનો ગુનો નોંધી હાલ પાંચેવ ને બોલાવી પૂછપરછ આદરી હોવાનું જાણવા મળી આવ્યું છે.