ઈડર ખાતે યોજાનારી ભગવાન જગન્નાથજી ની 26 રથયાત્રાને લઇ પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું





ઈડર ખાતે યોજાનારી ભગવાન જગન્નાથજી ની 26 રથયાત્રાને લઇ પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.. ઇડર ખાતે યોજનારી ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રાજી નીકળશે.. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી પોતાનું નિજ મંદિર છોડી અષાઢી બીજનાં રોજ ભક્તોને ધર આંગણે દર્શન આપતા હોય છે.. અષાઢી બીજ યોજનારી ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે પોલીસ દ્વારા રથયાત્રા માં 1 એસ.પી, 2 ડી.વાઇ.એસ.પી, 6 પી.આઇ, 15 પી.એસ.આઇ, સહિત 400 કર્મીનો બંદોબસ્ત તહેનાત કરવામાં આવશે.. રથયાત્રા રૂટ પર સી.સી.ટી.વી, ડ્રોન કેમેરા, સ્ટેટિંગ કેમેરા મેન, 150 કરતા વઘુ બોડી વોન કેમેરા તેમજ બુલેટપ્રૂફ ઝેકેટ વાહનો રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવશે.. જ્યારે તંત્ર દ્વારા ભગવાન જગન્નાથજી ની 26મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેને લઈ શાંતિ સમિતિ બેઠક તેમજ રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.. ત્યારે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને શાંતિ પૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી ની નગરચર્યા પૂર્ણ થાય તેને લઇ તંત્ર સજ્જ બન્યું છે…
જયંતિ પરમાર સાબરકાંઠા



