ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : પોલીસકર્મીના ઘરમાંથી ઘરમાં થી જ ઝડપાયો દારૂ,પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર પોલીસ ગિરફ્તથી દૂર 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : પોલીસકર્મીના ઘરમાંથી ઘરમાં થી જ ઝડપાયો દારૂ,પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર પોલીસ ગિરફ્તથી દૂર

જિલ્લા LCBની ટીમે ધનસુરાના રહીયોલ ગામે વિદેશ દારૂનો જથ્થો ઝડપ્યો.જેમાં પોલીસ પોલીસકર્મીના ઘરમાંથી જ આ વિદેશી દારૂ ઝડપાયો હતો પોલીસકર્મી વિજય પરમારના ઘરમાંથી ૧.૭૬ લાખનો દારૂ જપ્ત કરાયો છે પોલિસ કર્મીના ઘરના રસોડા માંથી ર૧૩૮ બોટલ સાથે રર પેટી દારૂ ઝડપ્યો.પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર દરોડા પહેલા થયો હતો ફરાર.અગાઉ પણ દારૂ કેસમાં ઝડપાઈ ચૂક્યો છે આ પોલીસ કર્મી. સાબરકાંઠા પોલીસે અગાઉ કરી હતી દારૂ કેસ મામલે કાર્યવાહી.હાલની ફરજના પોરબંદર જિલ્લાથી આવ્યો હતો અરવલ્લીમાં.બુટલેગર પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર પોલીસ ગિરફ્તથી દૂર.LCB ની ટીમે આરોપીને ઝડપી લેવા સહિત વધુ તપાસ હાથ ધરી છે

જિલ્લામાં દારૂ પકડાવવા નો સિલસિલો યથાવત છે ત્યારે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ.પી.ગરાસીયા ની સૂચનાથી પી.એસ.આઈ. વી.જે.તોમર તેમજ ટીમ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે રહીયોલ ફાટક પાસે જતાં બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે, રહીયોલ મુકામે રહેતો, વિજયકુમાર છનાભાઈ પરમાર પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. ચોક્કસ બાતમીના આધારે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિજયકુમાર છનાભાઈ પરમારના રહેણાંક ઘરે જઈ, આસપાસના વિસ્તારમાં તપાસ કરતા, કોઈ મળી આવ્યું નહોતું. પોલિસે ઘરના રસોડામાં ભોયતળીયે જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ તથા છુટી બોટલો અને ટીન મળી આવ્યા હતા. પોલિસે વિદેશી દારૂનો જથ્થો તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની આખી પેટી નંગ- 22, કુલ બોટલ/ટીન નંગ-912 તથા છુટી બોટલ/ટીન નંગ-157 મળી કુલ બોટલો/ ટીન નંગ-1069 બોટલ મળી હતી. પોલિસે કુલ કિ.3.1,76,680/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો, બુટલેગર પોલિસ કર્મચારી વિજયકુમાર છનાભાઇ પરમાર રહે.રહીયોલ તા.ધનસુરા જી.અરવલ્લી ઘરે રેડ પાડી, ધનસુરુ પોલિસની નાક નીચેથી પકડી પાડ્યો હતો.

Back to top button
error: Content is protected !!