
તા.૦૪.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામેથી પોલીસે એક મોટરસાઈકલ પર સવાર ત્રણ યુવકોની અટકાયત કરી તેઓની અંગ ઝડતીમાંથી બે દેશી હાથ બનાવટના તમંચા તેમજ જીવતા કાર્ટીઝ સાથે ત્રણેય ઈમસોની અટકાયત કરી 
બાતમીના આધારે પોલીસે ઝાલોદના પાવડી ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી એક મોટરસાઈકલ પર સવાર ત્રણ યુવકોને ઉભા રાખ્યાં હતાં અને તેઓની પુછપરછ કરતાં ત્રણેય પોત પોતાના નામે મોહમ્મદ શાહરૂન મલિક (તૈલી), નાસીર આરીફ સૈયદ (બંન્ને રહે. દાહોદ કસ્બા, ઘાંચીવાડ,તા.જિ.દાહોદ મુળ રહે. મધ્યપ્રદેશ) અને ફરમાન સલીમ અહેમદ શૈખ (રહે. દાહોદ કસ્બા ઘાંચીવાડા, તા.જિ.દાહોદ, મુળ રહે.ઉત્તરપ્રદેશ) નાઓ જણાવ્યું હતું. પોલીસને શંકા જતાં તેઓની અંગ ઝડતી કરતાં બે દેશી હાથ બનાવટના તમંચા તેમજ ૧૦ જીવતા કાર્ટીસ પોલીસે કબજે કર્યા હતાં. પોલીસે ઉપરોક્ત તંમચા તેમજ જીવતા કાર્ટીસની સાથે સાથે મોબાઈલ ફોન, મોટરસાઈકલ વિગેરે મળી કુલ રૂા.૯૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે લીમડી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



