વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં લહાનકસાડ ગામે અંધશ્રદ્ધાના વહેમમાં ત્રણ વ્યક્તિઓ એક મહિલાને હેરાન પરેશાન કરતા હતા તેમજ તમે ડાકણ છો તેવું કહીને મહિલા ને ત્રાસ આપતા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલો સુબીર પોલીસ મથકે પહોંચ્યો છે.ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના લહાનકસાડ ગામ ખાતે આનંદભાઈ રાજુભાઈ સાવરે, ગુનતાબેન રાજુભાઈ સાવરે અને જીગ્નેશભાઈ રાજુભાઈ સાવરે એ લહાનકસાડ ગામે જ રહેતું જશુબેન ને કહેવા લાગેલ કે,”તમે ડાકણ છો, અમારા છોકરાઓને બીમાર કરી દુઃખ પહોંચાડો છો.” એમ કહી આ ત્રણેય દ્વારા તેણીને અપશબ્દો બોલી ઝઘડો તકરાર કરવામાં આવી હતી. તેમજ નજીકમાંથી પથ્થર તથા માટીના ઢેફા ઊંચકીને જશુબેન તરફ ફેંકવા લાગ્યા હતા તેમજ જતા જતા તેણીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પહેલા આ મહિલાએ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ આ મામલાને ગંભીરતાથી ધ્યાને લઈને સુબીર પોલીસે આ ત્રણેય વિરુદ્ધ બી .એન.એસ. અધિનિયમ તથા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી અધિનિયમ 2024 ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..