BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલીની નર્મદાની કેનાલમાં કૂદકો મારવા આવેલા યુવાનને બચાવી પોલીસ પ્રજાનો મિત્ર છે” આ સૂત્રને બોડેલી પોલીસે સાર્થક કરી બતાવ્યુ

“પોલીસ પ્રજાનો મિત્ર છે” આ સૂત્રને બોડેલી પોલીસે ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. નર્મદા મેઇન કેનાલમાં કુદવાની તૈયારીમાં બેઠેલા એક હતાશ યુવકનો જીવ બચાવી બોડેલી પોલીસે માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.“પોલીસ પ્રજાનો મિત્ર છે” – આ સૂત્રને સાકાર કરી સરાહનીય કામગીરી બોડેલી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. નર્મદા મેઇન કેનાલમાં કુદવા જતાં એક યુવકને સમયસર અટકાવી પોલીસે તેનો જીવ બચાવ્યો હતો.છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ તથા બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ નર્મદા મેઇન કેનાલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન બોડેલી પોલીસ સ્ટેશનના પી.આઇ. વિનોદ એસ. ગાવિતને માહિતી મળી હતી કે એક યુવક પારિવારિક ઝગડાથી હતાશ થઈ નર્મદા મેઇન કેનાલની કિનારે બેસી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યો છે. માહિતી મળતાની સાથે જ પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ સ્ટાફે યુવકને સુરક્ષિત રીતે અટકાવી બોડેલી પોલીસ સ્ટેશન લાવ્યો હતો.ત્યાં પોલીસ સ્ટાફ અને ‘સી ટીમ’ની મદદથી યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન યુવકે પારિવારિક વિવાદથી કંટાળી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કરી તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને સમજાવટ કરી હતી. પરિવાર સાથે જવા યુવક સંમત થતા તેને સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. બોડેલી પોલીસ અને ‘સી ટીમ’ની સમયસૂચક કાર્યવાહીથી એક નિર્દોષ વ્યક્તિનો અમૂલ્ય જીવ બચ્યો હતો. ભોગ બનનારની વિનંતી મુજબ તેનું નામ અને સરનામું જાહેર કરવામાં આવ્યું નથી.પી.આઇ. વિનોદ ગાવિત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ સરાહનીય કામગીરીએ બોડેલી પોલીસને સાચા અર્થમાં “પ્રજાનો મિત્ર” સાબિત કરી બતાવી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!