Rajkot: રાજકોટના ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓમાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી

તા.૨૮/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગત તા. ૨૬ જૂનના રોજ રાજકોટ (ગ્રામ્ય) તાલુકાના ૩૦ જેટલા આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રવેશપાત્ર બાળકોને જ્ઞાનપૂંજ કીટ તથા યુનિફોર્મ વિતરણ દ્વારા બાળકોનું હોંશભેર આંગણવાડીમાં નામાંકન કરાવ્યું હતું.
આ તકે વિભાગીય નાયબ નિયામકશ્રી પૂર્વીબેન પંચાલે બાળકોના માતાપિતા સાથે સુભગ સંવાદ સાધીને આંગણવાડી થકી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અંગે વિગતવાર ચર્ચા કરી હતી. કાર્યક્રમના અંતે બી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી દિવ્યેશભાઈ ત્રિવેદીએ આભારવિધિ દ્વારા કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
આ પ્રસંગે નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. એ. એમ. ડઢાણીયા, ઘનિષ્ઠ પશુ સુધારણા અને જેન્ડર રિસોર્સ સેન્ટર, ગાંધીનગરના નિયામકશ્રી અમીબેન પટેલ, આઇ.સી.ડી.એસ. રાજકોટ (ગ્રામ્ય) ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી પ્રફુલ્લાબેન મકવાણા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા, તેમ આઈ.સી.ડી.એસ. રાજકોટ (ગ્રામ્ય)ની કચેરીની યાદીમાં જણાવાયું છે.





