NATIONAL

આગ લાગી હોવાની અફવાથી પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડ્યાં, 11ના મોત

મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા રેલ્વે સ્ટેશન નજીક એક મોટો અકસ્માત થયો છે. અહીં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા અનેક મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ, પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ હતી. આ પછી ઘણા લોકોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. ત્યારે બીજા ટ્રેક પરથી આવતી કર્ણાટક એક્સપ્રેસે અનેક મુસાફરોને કચડી નાખ્યા હતા. જણાવી દઈએ કે, પુષ્પક એક્સપ્રેસ લખનઉંથી મુંબઈ જઈ રહી હતી. અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના જલગાંવથી 20 કિલોમીટર દૂર બની હતી. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, B4 બોગીમાં સ્પાર્કિંગ થતાં પુષ્પક એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન, એક અફવા ફેલાઈ ગઈ કે ટ્રેનમાં આગ લાગી હોવાથી તેને રોકવામાં આવી છે. લોકો ઝડપથી ટ્રેનમાંથી કૂદી પડ્યા અને પાટા પર આવી ગયા. તે જ સમયે, મનમાડથી ભુસાવલ જતી કર્ણાટક એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી પસાર થઈ ગઈ. આ મુસાફરો કર્ણાટક એક્સપ્રેસ દ્વારા કચડાઈ ગયા હતા. આમાં 11 લોકોના મોત થયા.

Back to top button
error: Content is protected !!