BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના દધેડા ગામેથી બે દિવસ અગાઉ ચોરાયેલ મોબાઇલ સાથે પોલીસે એક ઇસમને ઝડપી લીધો

ઝઘડિયા તાલુકાના દધેડા ગામેથી બે દિવસ અગાઉ ચોરાયેલ મોબાઇલ સાથે પોલીસે એક ઇસમને ઝડપી લીધો

 

બે દિવસ અગાઉ દધેડા ગામે મંદિરના ઓટલા પર સુઇ રહેલ યુવકના ખિસ્સામાંથી મોબાઇલની ઉઠાંતરી થઇ હતી

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામના એક યુવકનો રૂપિયા ૧૬૫૦૦ ની કિંમતનો મોબાઇલ બે દિવસ અગાઉ ચોરાયો હતો. આ સંદર્ભે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં મોબાઇલ ચોરીની ફરિયાદ નંધાવવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડ દ્વારા દધેડા ગામેથી ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા પોલીસ સ્ટાફને સુચના આપવામાં આવી હતી,દરમિયાન પોલીસ તપાસ દરમિયાન સદર મોબાઇલ ચોરી જનાર ઇસમની જાણ થતાં પોલીસે આ મોબાઇલ ચોરીના ગુના હેઠળ જસ્વિનભાઇ ચુનીલાલભાઇ વસાવા રહે. ગામ મોરતલાવ, તા.ઝઘડિયા જિ.ભરૂચનાને મોબાઇલના મુદ્દામાલ સાથે ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા જીઆઇડીસી પોલીસે તપાસ દરમિયાન દધેડા ગામે થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો હતો.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!