
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત કેન્દ્ર સરકારના CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ થયેલા મોબાઇલ ફોન એક્ટીવ થતા તેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે રૂ.1.86 લાખની કિંમતના 9 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી. અત્યાર સુધી બી ડિવિઝન પોલીસે રૂ. 6.11 લાખની કિંમતના 29 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા.




