હાલોલ ટાઉન પોલીસ મથકે નગરપાલિકા સદસ્યો સાથે પોલીસ પરિસંવાદ કાર્યકમ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૮.૨૦૨૫
હાલોલ ટાઉન પોલીસ મથકે પંચમહાલ જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયપાલસિંહ ઝાલાની અધ્યક્ષસ્થાને નગરપાલિકા સદસ્યો સાથે પરિસંવાદ કાર્યકમ યોજાયો હતો.જેમા જો કોઇ અણબનાવ પોતાના વિસ્તારમા બને તો તે બાબતે તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ કરવી તેમજ જન રક્ષક ડાયલ ફોર -૧૧૨ ઉપર ફોન કરી જાણ કરવા સમજ કરવામા આવી હતી. હાલમા મોટા પ્રમાણ લોકો સાયબર ફ્રોડના શિકાર બને છે.જેનાથી બચવા માટે સમજ કરવામા આવી હતી. અને કોઇ સાયબર ફ્રોડ બને તો તાત્કાલિક ડાયલ-૧૯૩૦ ઉપર ફોન કરી ફરીયાદ આપવા માટે માહિતગાર કર્યા હતા. અવાર નવાર વાહન ચેકીંગ ડ્રાઇવ દરમ્યાન ઓવર સ્પીડ અડચણરૂપ તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઇવીંગ કરતા વાહન ચાલકો મળી આવેથી તેઓની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.તેમજ શાળા કોલેજ તેમજ અન્ય જાહેર સ્થળો સોસાયટીમા કાર્યક્રમ મીટીંગ યોજી આ બાબતે જાણકારી આપવામા આવેલ હતી. મહીલાઓને થતા અત્યાચાર તેમજ શારિરિક શોષણ બાબતે સરકારશ્રી દ્રારા તાત્કાલિક સુરક્ષા મળી રહી તે માટે ૧૮૧ હેલ્પ લાઇનની સુવિધા કરવામા આવેલ છે તે બાબતે સમજ આપવામાં આવેલ હતી.નવા કાયદા બાબતે સમજ કરવામા આવેલ હતી. પોલીસ સ્ટેશન વિસ્તારમા કુલ-૧૫ જગ્યાએ કે જયા લોકોની અવર જવર વધુ હોય તેમજ મિલ્કત સબંધી/વાહન ચોરી કરનારા નાઓને બહાર નીકળવાના રસ્તા હોય તેવા સ્થળો ઉપર CCTV લગાવવાની કામગીરી ચાલુમા છે.તે બાબતે અવગત કરવામા આવેલ હતા. યુવા પેઢીને ડ્રગ્સ તેમજ દારૂના વ્યસનથી દુર રહેવા બાબતે સમજ આપવામાં આવેલ હતી. સને-૨૦૨૫ ના આજદીન સુધી ગુમ થયેલ મોબાઇલોમાથી કુલ-૧૮ મોબાઇલ કી.રુ-૪,૩૫,૯૫૭/ના પરત મેળવી અરજદારને સુપ્રત કરવામા આવેલ તે બાબતે ચર્ચા કરવામા આવેલ હતી. અલગ અલગ વિસ્તારોમા મીટીંગ યોજી ત્રણ વાત તેઓની ત્રણ વાત પોલીસની અંગે પરસ્પર ચર્ચા કરવામા આવી હતી. ડ્રગ્સ નિવારણ,તેમજ આપદા વ્યવસ્થા અંગે કાર્યક્રમો/ મીટીંગ કરી આવી બદીઓથી દૂર રહેવા ચર્ચા કરવામા આવી હતી. (૧) હાલોલ શહેરના કંજરી રોડ શાક માર્કેટ ચાર રસ્તા તેમજ કંજરી બાયપાસ ચોકડી પાસે તેમજ દ્રારકાધીશ હવેલી સામે ટ્રાફીકની સમસ્યાનો નિકાલ કરવા બાબતે (૨) શહેરમા મુખ્ય રોડ તેમજ સોસાયટીમા ગમે તે જગ્યાએ કોઇ પણ જાતની મંજૂરી વિના લારી ગલ્લા જે તે જગ્યાએ મુકી દેવામા આવતા હોય છે જેથી ટ્રાફીકની સમસ્યા ઉભી થતી હોય છે. તો આવા લારી ગલ્લા દૂર કરવા બાબત (૩) શહેરના કોઇ પણ માર્ગ ઉપર મોટા પ્રમાણમાં ગાયો આખલા ફરે છે.અને રસ્તામા બેસી રહે છે તેમજ કોઇક વાર આખલા/ગાયો વચ્ચે લડાઇ થતી હોય જેથી આવતા જતા રાહદારી તેમજ વાહન ચાલકોને નુકશાનીનો સામનો કરવો પડે છે.તે રખડતા ઢોર દુર કરવા બાબત (૪)આવા રખડતા પશુઓના માલિકોની વિરુધ્ધમા કાયદેસર કાર્યવાહી કરવા બાબત (૫)લોકો જોડે સાયબર ફ્રોડ થતું હોય છે. જેમા લોકોને આર્થિક નુકસાની વેઠવી પડતી હોય છે. તો આવા સાયબર ફ્રોડના કિસ્સામા જલ્દીથી અને સરળ કાર્યવાહીથી વળતર મળી રહે તે કાર્યધ્ધતી હોવી જોઇએ તે બાબતે ચર્ચા કરવામા આવી હતી.હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા હાલોલ નગર પાલીકા આવતી હોય તેનું હાલોલ નગર પાલીકા નામથી વોટસ અપ્ ગૃપ બનાવવામા આવ્યું હતું.










