
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : બાયડના વાત્રકથી અપહરણ કરાયેલ શખ્સને હરસોલથી શોધી કાઢી 11 અપહરણકારોને પોલીસે ઝડપી પાડ્યા
તા.૨૬/૦૭/૨૦૨૫ નારોજ સાાંજના સમયે સંજય જયભાઇ ફતેસીંગ બેલદાર રહે પરીએજ તા.માતર જી.ખેડા નાઓનું એક સફેદ કલરની વર્ના ગાડી તથા ઇકો ગાડીમાાં સાતેક જેટલા ઇસમો વાત્રક ગામ માંથી મારામારી કરી અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ ગયેલ હોય જે મતલબની ભોગબનનારના ભાઇ નામે મનીષકુમાર ફતેસીંગભાઇ એ બાયડ પોલીસ સ્ટેશનમાાં આવી પોતાની ફરીયાદ જાહરે કરતાાં બાયડ પોલીસ ફરિયાદ નોંધી સદર ગુન્હો ખબુ જ ગંભીર પ્રકારનો હોય જે આધારે તપાસ હાથ ધરતા બાયડના વાત્રકથી અપહરણ કરાયેલ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા સંજય બેલદારને બાયડ પોલીસ અને LCB એ સંયુક્ત ઓપરેશન હાથ ધરતા હરસોલ ગામે ગેરેજમાં ગોંધી રાખેલો છોડાવ્યો હતો જેમાં કામમાં સંડોવાયેલા 11 અપહરણકારોને પોલીસે ઝડપી પાડ્યા છે સાથે ચાર ફરાર અપહરણકર્તાને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી અને ઝડપથી અપહરણ થયેલ યુવકને તેમજ અપહરણ કરનાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા જે સમગ્ર મામલે ડીવાયએસપી ડી પી વાઘેલાએ આપ્યું હતું નિવેદન




