GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

પોલીસ પગલા લે છે-ખાણ ખનિજ કેમ નહી??

 

રેતી ચોરી અંગે સરકારમાં વધુ એક રજુઆત

જામનગર (ભરત ભોગાયતા)

જામનગર જીલ્લાના જોડીયા પંથકમાં લીઝ બહારના વિસ્તારમા રેતી ખનન થતુ હોવા અંગે પુર્વ કોર્પોરેટર હુશેનાબેન અનવરભાઇ સંઘારે વિગતે વધુ એક વખત સરકારમાં અરજી કરી આવી પ્રવૃતિ તાકીદે અટકાવવા માંગણી કરી છે

સામાજીક કાર્યકર અનવરભાઇ સંઘારના જણાવ્યા મુજબ આ વિષય એટલે વધુ ગંભીર બને છે કે ત્યા પાસે ઇકો સેન્સીટીવ ઝોન (E.S.Z.)આવેલો છે અને સ્થાનીક કક્ષાએથી પગલા ન લેવાય તો રાજ્ય સરકારના ઇકોલોજી કમીશન તેમજ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સુધી વિષય લઇ જવા તૈયારી કરાઇ છે એટલુ જ નહી રાજ્ય સરકારમાં રજુઆત કરાઇ છે તેમજ મરીન ફોરેસ્ટ ના વિસ્તારને ચેર ના વૃક્ષો વગેરેને નુકસાન થાય તે રીતે રેતી ખનન ચોરી થાય છે તે અંગે વિસ્તૃત રજુઆત હુશેનાબેન અનવરભાઇ સંઘાર પુર્વ કોર્પોરેટરે સરકારમાં મુદાસર ગુગલ નકશા સાથે કરી છે

સરકારે જણાવ્યુ છે કે પોલીસ વિભાગે એક વખત પગલા લીધા છે જેનો લેટર સામેલ છે તો પોલીસ પગલા લે અને ભૂસ્તરશાસ્રી ની કચેરી એવી જામનગર ખાણખનીજ કચેરી પગલા કેમ લેતી નથી?? તે ગંભીર બાબત છે માટે ફરીથી જોડીયા ઉંડ નદી પંથકમાં લીઝ સિવાય થાતા રેતી ખનન ચોરી અંગે સરકારમાં રજુઆત કરી છે

સેટેલાઇટ મેપના ફોટા તેમજ અરજીના ફોટા વગેરે નીચે મુજબ છે

Back to top button
error: Content is protected !!